વગર ચોમાસે પાણી પાણી:સંખેડાની ભાગોળે પાણી પુરવઠાની લાઈન નાખતી વખતે પાણી પહોંચાડતી લાઈન તૂટી

સંખેડા14 દિવસ પહેલા
  • કૉપી લિંક
સંખેડા ભાગોળે પાણીની લાઇન તૂટી હતી. - Divya Bhaskar
સંખેડા ભાગોળે પાણીની લાઇન તૂટી હતી.
  • લાઇન તૂટતાં ભાગોળે વગર ચોમાસે પાણી પાણી : મોટી માત્રામાં પાણી વે઼ડફાયું

સંખેડા ગામમાં પીવાનું ફિલ્ટર પાણી મળી રહે તે માટે પાણી પુરવઠા વિભાગ દ્વારા સંખેડા સુધી પાણીની લાઇન કરવાની કામગીરી હાથ ધરાઇ છે. જેમાં બહાદરપુર અને સંખેડા સુધી પાણીની લાઈન નાખી દેવાઇ છે. રવિવારે બપોરે જેસીબી મશીન દ્વારા સંખેડા ગામની ભાગોળે પાણીની લાઈન કરવા માટે જેસીબી મશીનથી ખોદકામ ચાલતું હતું. તે દરમિયાન સંખેડા ગામના ભાગોળ વિસ્તારમાં પાણી પૂરું પાડતી પાણીની લાઈન તૂટી ગઈ હતી.

આ પાઇપલાઈન તુટતાં જ ભાગોળ વિસ્તારમાં થોડા સમય સુધી ચારે બાજુએ પાણી પાણી થઇ ગયું હતું. મોટી માત્રામાં પાણીનો વેડફાટ થયો હતો. જોકે સંખેડા ગ્રામ પંચાયતના વોટર વર્કસના કર્મચારીઓ અત્રે દોડી આવ્યા હતા અને આ વિસ્તાર તરફ જતી પાણીની લાઈન તાત્કાલિક બંધ કરી હતી. જોકે વોટર વર્કસના કર્મચારીઓના જણાવ્યા મુજબ જ્યાં સુધી પાણીની લાઇનમાં પાણી છે. ત્યાં સુધી આ સમારકામ થઈ શકે તેમ નથી. તેથી રાણાવાસ તરફના વિસ્તારમાં પાણી છોડાયું છે. જ્યાં સુધી ટાંકી ખાલી થઈ ન જાય ત્યાં સુધી સમારકામ કરવા માટે રાહ જોવી પડે એવી સ્થિતિ સર્જાઈ હતી.

અન્ય સમાચારો પણ છે...