તંત્રની બેદરકારી:ખેરવા રેલવે ગરનાળાનું પાણી ગ્રામજનોએ જાતે ઉલેચવું પડ્યું

સંખેડા11 દિવસ પહેલા
  • કૉપી લિંક
રેલવે ગરનાળાનું પાણી રેલવે દ્વારા ન કઢાતાં ગ્રામજનોએ ફાળો ઉઘરાવી ડીઝલ લાવી પાણી કાઢ્યું. - Divya Bhaskar
રેલવે ગરનાળાનું પાણી રેલવે દ્વારા ન કઢાતાં ગ્રામજનોએ ફાળો ઉઘરાવી ડીઝલ લાવી પાણી કાઢ્યું.
  • રેલવે તંત્રે કાર્યવાહી ન કરતાં લોકોએે ડંકી મૂકી પાણી કાઢ્યું
  • માત્ર અડધા​​​​​​​ ઇંચ વરસાદમાં જ પાણી ભરાઇ ગયું હતું

સંખેડા તાલુકામાં રેલ્વે તંત્રની બેદરકારીને કારણે રેલવે ગરનાળા વાળા રસ્તે આવેલા ગામોના લોકોને ચોમાસા દરમિયાના ખુબ જ હાલાકીનો સામનો કરવો પડે છે. સંખેડા તાલુકાના અખત્યારપુરા, ભુલવણ વિગેરે રેલવેના ગરનાળા ઉપરાંત ખેરવા રેલ્વેના ગરનાળામાં પાણી ભરાય છે. દર વર્ષે ચોમાસામાં આ ગરનાળાઓમાં પાણી ભરાય છે પણ તેના નિકાલ માટે સત્વરે કોઇ જ કાર્યવાહી રેલવે તંત્ર કરતું નથી. જેને કારણે સ્થાનિકોને હાલાકીનો સામનો કરવો પડે છે.

ગત રાત્રે સંખેડા તાલુકામાં અડધો ઇંચ વરસાદ પડ્યો હતો. આ અડધા ઇંચ વરસાદમાં તો ખેરવા રેલવે ગરનાળામાં પાણી ભરાઇ ગયું હતું. રેલવે તંટ્ર દ્વારા પાણી ન કાઢવા માટે કોઇ કાર્યવાહી ન કરતા ગ્રામજનો ફાળો કરીને ડીઝલ લાવીને ડંકી મુકીને 300 ફૂટ પાઇપ લંબાવીને પાણી કાઢવાની કામગીરી શરૂ કરી હતી.

શાળાએ જતા બાળકોને મુશ્કલી પડે છે
અમારા ગામમાંથી બહાર નિકળવા માટે એક જ આ રસ્તો છે. અમારી શાળામાં શિક્ષકોને આવવાની મુશ્કેલી પડે છે. 60થી 62 બાળકો સંખેડા અને બહાદરપુર ભણવા જાય છે એમને મુશ્કેલી પડે છે. એક દિવસનું નહી પણ દર વર્ષે નાળામાં પાણી ભરાય છે. વડદલી રોડ મંજૂર થયો છે એ સત્વરે બની જાય તો અમને બહાર જવાનો રસ્તો બીજો મળે. - તડવી રાવજીભાઇ, ખેરવા

ફાળો ઉઘરાવી પાણી કાઢવાની કામગીરી કરી
ેલ્વે ગરનાળામાં કમર જેટલું પાણી ભરાયું છે. રેલ્વે વાળા પાણીનો નિકાલ કરવા ન આવતા અમે ગ્રામજનો ફાળો કરીને ડીઝલ લાવીને પાણી કાઢવાની કામગીરી કરીએ છીએ. - દલસુખભાઇ તડવી, ખેરવા

અન્ય સમાચારો પણ છે...