તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

હાલાકી:ઇન્દ્રાલ-કોઠીયા રોડ પર ઝૂકેલી ડાળીઓ જોખમી બની

સંખેડા3 મહિનો પહેલા
  • કૉપી લિંક
રસ્તાની બન્ને બાજુએ વૃક્ષોની ડાળીઓ લગોલગ આવી હોય અવરજવરમાં આફત નોતરે છે - Divya Bhaskar
રસ્તાની બન્ને બાજુએ વૃક્ષોની ડાળીઓ લગોલગ આવી હોય અવરજવરમાં આફત નોતરે છે
  • અકસ્માતરૂપ નમી ગયેલા વૃક્ષોની ડાળીઓના કારણે વાહનચાલકોને પડતી હાલાકી

સંખેડાથી નસવાડી જવાના માર્ગે ઇન્દ્રાલ-કોઠીયા-ચામેઠા રોડ ઉપર રસ્તાની બન્ને બાજુએ નમી ગયેલા વૃક્ષોની ડાળીઓના કારણે પસાર થતા વાહનચાલકોને હાલાકી પડી રહી છે. અકસ્માત થવાની શક્યતા પણ સેવાઇ રહી છે. સંખેડાથી નસવાડી જવા માટેનો ટુંકો માર્ગ ઇન્દ્રાલ-કોઠીયા-ચામેઠા છે. આ માર્ગે સંખેડા તાલુકાના છેવાડે આવેલા પરવેટા અને કલેડીયા ગામે પણ જવાય છે. છેલ્લાં કેટલાક સમયથી આ રસ્તા ઉપર રસ્તાની બન્ને બાજુએ વૃક્ષોની ડાળી રસ્તાની લગોલગ આવી ગયેલી છે.

જેના કારણે બે મોટા વાહનો સામસામે આવે ત્યારે વાહનચાલકોને મુશ્કેલી પડે છે. અકસ્માત થવાનો પણ ભય રહે છે. આ રસ્તેથી નિયમિત રીતે કલેડીયા જતા હાંડોદના બાદલભાઇ પટેલના જણાવ્યાનુસાર ખાસ કરીને કોઠીયા-ચામેઠા વચ્ચે રસ્તાની ડાળીઓ રસ્તાની નજીક હોવાના કારણે ક્યારેક અકસ્માત થવાનો પણ રહે છે. આવા રસ્તાની લગોલગ આવી ગયેલા વૃક્ષની ડાળીઓ જે વાહનવ્યવહારને નડતરરૂપ હોય એને દુર કરાય એ જરૂરી બન્યુ છે.

અન્ય સમાચારો પણ છે...