સુવિધા:અલીરાજપુર સ્ટેશનેથી લીલી ઝંડી ફરકાવીને ટ્રેનનો શુભારંભ કરાયો

સંખેડા2 મહિનો પહેલા
  • કૉપી લિંક
અલીરાજપુર સ્ટેશનેથી લીલી ઝંડી ફરકાવી ટ્રેનનો શુભારંભ કરાયો. - Divya Bhaskar
અલીરાજપુર સ્ટેશનેથી લીલી ઝંડી ફરકાવી ટ્રેનનો શુભારંભ કરાયો.
  • અલીરાજપુર-પ્રતાપનગર ટ્રેન આખરે ફરીથી દોડશે
  • સાંસદ​​​​​​​ ગુમાનસિંહ ડામોર મોડા પડતાં અઢી કલાક ટ્રેન મોડી ઉપડી

અલીરાજપુરથી પ્રતાપનગર વચ્ચેની ટ્રેનનો ફરીથી શુભારંભ કરાયો એ વિસ્તારના સંસદ સભ્ય મોડા પડતા પહેલા દિવસે ટ્રેન અઢી કલાક જેટલી મોડી ઉપડી.અલીરાજપુર સ્ટેશનેથી ફક્ત ત્રણ જ ટિકિટો વેચાઈ.ચાર મુસાફરો ટ્રેનમાં ગયા.પ્રતાપ નગર સુધી જવા વાળી ટ્રેન રવિવારથી દરરોજ સવારે 5:30 કલાકે અલીરાજપુર સ્ટેશનથી ઉપડશે. કોરોના પહેલા આ ટ્રેનનો સમય સાંજનો હતો. સાંજે અલીરાજપુરથી ઉપડતી હતી. પરંતુ હવે નવા સમય સાથે આ ટ્રેન ચાલશે શનિવારે સાંસદ 12:30 વાગે એને લીલીઝંડી ફરકાવવાના હતા.

પરંતુ અન્ય કાર્યક્રમોમાં હોવાને કારણે સાંસદ ગુમાનસિંહ ડામોર નિયત સમયે ન આવ્યા. બપોરે ત્રણ વાગે સાંસદ ગુમાનસિંહ, જોબટના ધારાસભ્ય સુલોચના રાવત, જિ.પંચા.ના અધ્યક્ષ અનિતા ચૌહાણ અને પૂર્વ ધારાસભ્ય માધવસિંહે લીલી ઝંડી બતાવી હતી. ટ્રેનમાં છોટાઉદેપુર અને પ્રતાપનગર માટે બે-બે મુસાફરો તેમાં બેઠા હતા.

સવારે ટ્રેન ચાલવાથી અનેક મુસાફરોને લાભ થશે
આ ટ્રેન સવારે શરૂ થવાને કારણે અનેક લોકોને લાભ થશે સવારના સમયે છોટાઉદેપુર અને વડોદરા જવા માટે મોટી સંખ્યામાં યાત્રીઓ મળી શકે છે.જિલ્લાના અનેક વેપારીઓ તેમજ દવા માટે દવાખાને જતા અનેક લોકો ગુજરાતમાં મોટી સંખ્યામાં ત્યાંથી નીકળે છે.આ વિસ્તારના કુક્ષી,બડવાણીના યાત્રીઓ આ ટ્રેનનો લાભ મેળવી શકશે.

અલીરાજપુર-પ્રતાપનગર ટ્રેન બહાદરપુર આવી પહોંચતાં પ્લેટફોર્મ પર ટ્રેનનું સ્વાગત કરાયું
મધ્યપ્રદેશના અલીરાજપુરથી પ્રતાપનગર સુધી કોરોના બાદ આજથી શરૂ થયેલી ટ્રેનનું બહાદરપુર ખાતે સ્વાગત કરાયું હતું. બહાદરપુર ખાતે ટ્રેન આવતાં બહાદરપુરના સરપંચ ભૌમિક દેસાઇ તેમજ સ્થાનિક આગેવાનો સંજય તડવી તેમજ ગ્રામજનો દ્વારા તેમના લૉકો પાયલોટને ફૂલમાળા પહેરાવી ભારતનો રાષ્ટ્રધ્વજ આપી તેમનું સન્માન કરાયું હતું.

અલીરાજપુર છોટાઉદેપુર વચ્ચે ડીઝલ એન્જિન સાથે ટ્રેન ચાલશે
અલીરાજપુર છોટાઉદેપુર વચ્ચે ઈલેક્ટ્રિક લાઇન ન થવાને કારણે આ ટ્રેનના બંને ફેરા ડીઝલ એન્જિન થી જ લાગશે. અલીરાજપુર પ્રતાપનગર પેસેન્જર ટ્રેન 14 ઓગસ્ટ 2022 થી નિયમિત રૂપે દરરોજ સવારે 5:20 વાગ્યે અલીરાજપુર થી ઉપડી નવ વાગ્યે પ્રતાપનગર પહોંચે અને આ જ ટ્રેન 06:25 વાગ્યે પ્રતાપનગર થી ઉપડી 10:00 અલીરાજપુર આવશે.

સ્થાનિકો દ્વારા ટ્રેન ભાડું ₹35 કરવા રજૂઆત
કોરોના અગાઉ અલીરાજપુર પ્રતાપનગર વચ્ચે ચાલતી ટ્રેન નું ભાડું ફક્ત 35 રૂપિયા હતું.પરંતુ હવે આ ટ્રેનનું ભાડું ₹65 કરવામાં આવ્યું છે.આ મેલ એક્સપ્રેસ તરીકે ટ્રેન ચાલુ કરાઈ છે. પરંતુ એનું ભાડું ઓછું કરવા માટેની રજૂઆત થઈ છે.

અન્ય સમાચારો પણ છે...