કોરોનાવાઈરસ:સંખેડા તાલુકાના એક સહિત જિલ્લામાં કોરોનાનાં 10 કેસ સાથે કુલ આંક 314

સંખેડાએક વર્ષ પહેલા
  • કૉપી લિંક

તાલુકામાં આજે કોરોના નો એક પોઝિટિવ કેસ આવ્યો છે આ સાથે જિલ્લામાં કુલ 10 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે અત્યાર સુધી છોટાઉદેપુર જિલ્લામાં કુલ કોરોના સંક્રમિત લોકોની સંખ્યા 314 થઈ છે. છોટાઉદેપુર જિલ્લા પંચાયતની આરોગ્ય શાખા દ્વારા પ્રસિદ્ધ કરાયેલી અખબારી યાદી મુજબ છોટાઉદેપુર જિલ્લામાં આજે કુલ નવા 10 કોરોના ના કેસ નોંધાયા છે જેમાં થી છોટાઉદેપુર ના કુલ ચાર કેસ છે,સંખેડા બહાદરપુરનો એક, વડોદરાના ત્રણ અને બોડેલીના 2 કોરોનાનાં કેસ છે. આજે કુલ 11 દર્દીઓની તબિયત સારી થતા તેમને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવેલી છે.

છોટાઉદેપુર જિલ્લામાં અત્યાર સુધી કોરોના ના કુલ 314 પોઝિટિવ કેસ નોંધાયા છે જેમાં થી છોટાઉદેપુર તાલુકામાં 57,પાવીજેતપુર તાલુકામાં 14 ,બોડેલી તાલુકામાં 133 સંખેડા તાલુકામાં 59,કવાંટ તાલુકામાં 27 અને નસવાડી તાલુકામાં 14 કેસ છે.જોકે અત્યાર સુધી છોટાઉદેપુર જિલ્લામાં કોરોના ના કારણે માત્ર બે જ વ્યક્તિઓના મૃત્યુ થયા છે જોકે અન્ય રોગોથી મૃત્યુ પામેલા દર્દીઓની સંખ્યા નવ છે અત્યાર સુધી કોરોના ના કુલ 242 દર્દીઓની તબિયત સારી થતા તેમને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ અપાયો છે જોકે હાલમાં છોટાઉદેપુર જિલ્લામાં કુલ ૬૧ દર્દીઓ કોરોનાની સારવાર અર્થે એડમિટ છે.

અન્ય સમાચારો પણ છે...