અકસ્માત:સંખેડાના લોટિયા ચોકડી પાસે કુક્ષીથી અમરેલી જતી ગાડીનું ટાયર ફાટ્યું

સંખેડા14 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • કૂદી પડેલ ક્લીનર ઉપર જ પિકઅપ પલટી ખાતાં મોત નિપજ્યું

સંખેડા તાલુકાના લોટિયા ચોકડી પાસે કુક્ષી(મ.પ્ર.)થી મરચાં ભરી અમરેલી જતી પિકઅપ ગાડીનું ટાયર ફાટી જતાં પિકઅપ ગાડી પલટી ખાધી હતી. જેમાં ક્લીનરનું ઘટનાસ્થળે મોત નીપજ્યું હતું. ઘટનાના પગલે રસ્તાની ધારે મરચાની થેલીઓ પથરાઇ હતી.

કુક્ષી(મ.પ્ર.)થી સાંજે આશરે પાંચેક વાગ્યાના સુમારે સુનિલ જશુંસિંગ નિગમ(રહે.જોગતલાઈ તા.કુક્ષી) તેની સાથે રાકેશ બગેલ(અલવાની ,તા.કુક્ષી) મરચાં ભરેલી પિકઅપ ગાડી લઈને અમરેલી માર્કેટમાં વેચવા જતા હતા.એ વખતે લોટિયા ચોકડી પાસે અચાનક જ પિકઅપ ગાડીનું ડ્રાઈવર સાઈડનું પાછળનું ટાયર ફાટ્યું હતું.

જેથી પિકઅપ ગાડી હાલક ડોલક થવા લાગી હતી. ડ્રાઈવરે ગાડીને કાબૂમાં લેવાનો પ્રયાસ કર્યો હતો. પણ ગાડી પર કાબૂ મેળવી શક્યો નહીં. અને સાથેનો ક્લીનર રાકેશ બગેલ પિકઅપમાંથી કૂદ્યો. પણ પિકઅપ ગાડી પલટી ખાઈ તેની ઉપર જ આવી પડી. અકસ્માત બાબતે જાણ થતાં લોકો દોડી આવ્યા અને પિકઅપ ગાડીને સીધી કરી. પણ ગાડી નીચે દબાઈ ગયેલ રાકેશ બગેલનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...