તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સારવાર:સંખેડાની હોસ્પટિલમાંથી આંખમાંથી કાંટાને મોતીયા સાથે બહાર કઢાયો

સંખેડા23 દિવસ પહેલા
 • કૉપી લિંક
મોતિયાના દર્દીઓ માટે જિલ્લામાં કેમ્પ રાખવામાં આવે છે. - Divya Bhaskar
મોતિયાના દર્દીઓ માટે જિલ્લામાં કેમ્પ રાખવામાં આવે છે.
 • બીજા યુવકની આંખોમાં 4 વર્ષથી મોતિયો હતો
 • ઝારોલા લાયન્સ હોસ્પિટલમાં સર્જરી કરાઇ

સંખેડાની ઝારોલા લાયન્સ હોસ્પિટલમાં આંખોની બે યુવકોની સફળ સર્જરી કરાઇ હતી. એક યુવકની આંખમાં છ મહિના પહેલા કાંટો વાગ્યો હતો. મોતીયા સાથે કાંટો બહાર કઢાયો હતો. તેને સારુ વિઝન આવશે. જ્યારે બીજા યુવકની બન્ને આંખે ચાર વર્ષથી મોતીયાના કારણે બિલકુલ જ સામાન્ય એવું વિઝન હતું. જે ઓપરેશન બાદ સારી રીતે જોઇ શક્યો હતો.સંખેડા ખાતે આવેલી ઝારોલા લાયન્સ હોસ્પિટલમાં મોતીયાના ઓપરેશન કરવામાં આવે છે. એના માટે જિલ્લામાં વિવિધ ગામોમાં કેમ્પ રાખવામાં આવે છે. અને મોતીયાના દર્દીઓને શોધીને સંખેડા ખાતે ઓપરેશન માટે લાવવામાં આવે છે.

અત્રે મોતીયાના ઓપરેશન અર્થે આવતા ડૉ. હર્ષ રાઠોડે આજે સંખેડા ખાતે જે બે આ સફળ સર્જરી મોતીયાની કરી હતી. એ બાબતે જણાવ્યું હતું કે, ”આજે બે ઓપરેશન કર્યા છે. એક સંજયભાઇ અને એક અલ્પેશભાઇ બન્નેનું ઓપરેશન કર્યુ છે. મોતીયા થવાના કારણ ઘણા બધા હોયે છે. સંજયભાઇ છે એમને બચપનથી થોડા ઘણા મોતીયા હશે. જે વધતુ વધતુ છેલ્લા ચાર વર્ષથી એમને બિલકુલ જ નજર ઓછી થઇ હતી. ખાલી ફેસ નજીકની આંગળી જ દેખાતી હતી. તેમની બન્ને આંખના ઓપરેશન એક અઠવાડીયાના અંતરે કર્યુ છે. અને હવે તેમની નજર ખુબ સારી છે. અને એમને વિઝન પાછુ મળી ગયુ છે. બીજા અલ્પેશને આંખમાં કાંટો વાગ્યો હતો.

એ કાંટો આંખના નેચરલ લાઇફ સુધી વાગતા મોતીયો ડેવલોપ થયો હતો. એ કાંટાનો નાનો ટુકડો મોતીયામાં રહી ગયો હતો. જે ઓપરેશન કરીને કાંટા સહિત મોતીયો કાઢ્યો છે.એમા પણ લેંસ બેસાડી સરસથી ઓપરેશન થઇ ગયુ છે. હવે એમની પણ સારી નજર આવી જશે.”ઓપરેશન કરનાર ડૉક્ટર સાથેની ટીમના અત્રેની હોસ્પીટલના ટેકનીશીયન વિષ્ણુભાઇ પ્રજાપતીએ જણાવ્યુ હતુ કે, ”નસવાડી તાલુકામાં થયેલા કેમ્પ દરમિયાન આ દર્દીઓ મળી આવ્યા હતા. બન્ને દર્દીઓ નસવાડી તાલુકાના રતનપુર અને થાંભલા ગામના હતા.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઈ ખાસ કામ પૂરું કરવામાં આજે તમારી મહેનત સફળ રહેશે. સમયમાં સકારાત્મક પરિવર્તન આવી રહ્યું છે. ઘર અને સમાજમાં તમારા યોગદાન અને કાર્યની પણ પ્રશંસા થશે. નેગેટિવઃ- નજીકના કોઈ સંબંધીના કારણે પ...

  વધુ વાંચો