માટીપુરાણ ન થતાં હાલાકી:સંખેડા ભાગોળની નવીનગરી નજીક ટેમ્પો માટીમાં ફસાયો

સંખેડાએક મહિનો પહેલા
  • કૉપી લિંક

સંખેડા ગામે ભાગોળ વિસ્તારમાં નવી નગરી લીઝ વિસ્તાર પાસે પાણીની લાઇન માટે થયેલા ખોદકામ બાદ ત્યાં આરસીસી કે ડામર કામ ન થતા વાહન ફસાઇ જવાનો બનાવ બને છે. ક્યાંક હજી ખાડા જોવા મળે છે. અકસ્માત થવાની સંભાવના છે. જ્યાં સુધી સમારકામ ન થાય ત્યાં સુધી વાહનચાલકોને પણ હાલાકી પડી રહી છે.

સંખેડા ગામને પીવાનું પાણી પુરુ પાડવા માટેની હાલમાં ચાલી રહેલી યોજનામાં બહાદરપુર તરફથી આવતી પાણીની લાઇન માટે પાઇપલાઇન કરવા માટે ભાગોળે નવીનગરી લીઝ વિસ્તાર પાસેથી રસ્તાની સાઇડે પાણીની લાઇન માટે પાઇપ નાખવા માટે ખોદકામ કરીને પાઇપો નાખવામાં આવી હતી. પાઇપ નાખ્યા બાદ અહિંયા યોગ્ય રીતે માટી પુરાણ કરવામાં આવ્યુ નથી. રસ્તાની ધારે ટેલીફોન એક્સચેંજ પાસે તો હજીય ખાડા પડેલા છે. માટી પુરાણ યોગ્ય રીતે ન થવાના કારણે સતત વાહનવ્યવહાર ધમધમતા આ માર્ગ ઉપર અકસ્માત થવાની પણ શક્યતા સેવાઇ રહી છે.

આ માટી પુરાણવાળી જગ્યાએ સવારે ચાર વાગ્યાના સુમારે એક ટેમ્પો ઉભેલો હતો. એના આગળનું અને પાછળનું એમ બન્ને ટાયર માટીમાં ખુંપી ગયા હતા. પ્લાય ખાલી કર્યા બાદ અન્ય ટ્રકની મદદથી આ ટેમ્પાને બહાર કાઢવામાં આવ્યો હતો.

માટી બેસી જાય પછી લેયર નાખીને રીપેર કરી દેવાશે
માટી પુરાણવાળી જગ્યાએ પહેલા કોંક્રીટ કરવાનું હતું. પણ પછી આર. એંડ બી.ના ડેપ્યુટી એંજિનિયરે અને સંખેડાના સરપંચે ઉપર ડામર નાખવાનું કહ્યું હતું. એના હિસાબે બાકી છે. માટી બેસી જાય પછી લેયર નાખીને રીપેર કરી દેવાશે. > બી.કે. રાઠવા-ડેપ્યુટી એંજિનિયર, પાણી પુરવઠા યોજના, બોડેલી

અન્ય સમાચારો પણ છે...