હાલાકી:વિદ્યાર્થિનીઓએ કઠોલી કાશીપુરા રૂટ પર જવા 2 કલાક બસની રાહ જોવી પડે છે

સંખેડા15 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • સાંજે 6-15 વાગે બસ આવતી હોવાથી ઘરે પહોંચતા અંધારું થઈ જાય છે
  • શાળા છૂટવાના સમયે બસની સુવિધા ઉપલબ્ધ કરવા વિદ્યાર્થીનીઓની માગ

કઠોલી-કાશીપુરાને જોડતી સંખેડાની એસટી બસ સાંજે 6-15 વાગે આવતા શાળાની વિદ્યાર્થિનીઓને ઘરે મોડું પહોંચાય છે. બોડેલી ડેપો દ્વારા સંખેડાના શાળાના વિદ્યાર્થીઓને જોડતી બસનો સમય વિદ્યાર્થીઓની શાળા છુટવાના સમયે કરવામાં આવે એવી માગ.

સંખેડા ખાતે આવેલી વિવિધ શાળાઓમાં આસપાસના ગામોના વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં અભ્યાસ કરવા માટે આવે છે. એસટી વિભાગ દ્વારા વિદ્યાર્થીઓને શાળા શરૂ થવા અને છૂટવાના સમયને ધ્યાનમાં રાખી એસટી બસના રૂટનું સંચાલન કરવાનું હોય છે.સંખેડા ખાતે આવેલી શાળાઓ પૈકી કેટલીક શાળા સાંજે 4-20 વાગે છુટી જાય છે. કઠોલી કાશીપુરા રૂટની વિદ્યાર્થિનીઓને ઘરે પહોંચવા માટે બે કલાક સુધી બસ સ્ટેન્ડમાં રાહ જોઈને બસ આવે ત્યાં સુધી બેસી રહેવું પડે છે.

કંડકટરની અછતને કારણે રૂટ ચલાવવામાં સમસ્યા
બોડેલી ડેપોનો સંપર્ક કરતા અત્રેના સૂત્રોએ જણાવ્યું હતું કે બોડેલી ડેપોમાં ડ્રાઈવર તો છે પણ કંડકટરની અછત છે. તેથી રૂટો ચલાવવામાં સમસ્યા છે.

અન્ય સમાચારો પણ છે...