તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વિવાદ:પિતા સાથે ઝપાઝપી થતાં છોડાવવા આવેલા પુત્ર પર ચપ્પુથી હુમલો

સંખેડા7 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • સંખેડાના તલકપુરનો બનાવ : ઈજાગ્રસ્તને રેફરલ હોસ્પિ.માં લવાયો
  • માછીપુરાનો શખ્સ ઘાતકી હુમલો કરીને નાસી છૂટ્યો હતો

સંખેડા તાલુકાના તલકપુર ગામે પિતા સાથે ઝઘડો કરીને ધોલધપાટ થતી જોઇ પિતાને બચાવવા વચ્ચે પડેલા પુત્ર ઉપર માછીપુરા ગામના મંડપવાળા કનુભાઇ ખુશાલભાઇ માછીએ હુમલો કર્યો. પિતાને બચાવવા વચ્ચે પડેલા પુત્રને મંડપવાળા કનુભાઈ માછીએ ચપ્પુ માર્યું હતું. ઇજાગ્રસ્ત પુત્રને સારવાર અર્થે સંખેડા રેફરલ હોસ્પીટલમાં લાવવામાં આવ્યો હતો.સંખેડાના પોલીસ સૂત્રો દ્વારા પ્રાપ્ત વિગતો અનુસાર, તલકપુર ગામના બકોરભાઇ મોતીભાઇ તડવી ખેતરેથી ઘરે આવતા હતા.

ગામમાં મહેશભાઇ અમરતભાઇ તડવીની છોકરીનું લગ્ન પ્રસંગ હોવાથી ઘર આગળ મંડપ બાંધતા હતા. તે વખતે મંડપવાળા કનુભાઇ ખુશાલભાઇ માછી બકોરભાઇ સાથે બોલાચાલી ઝઘડો કરતા હતા. ઝઘડો જોઇ બકોરભાઇનો પુત્ર સુનિલભાઇ ત્યાં ગયો હતો. તે વખતે કનુભાઇ ખુશાલભાઇ માછી બકોરભાઇને કહેતો હતો કે બે દિવસ પહેલા ખેતરે મને બહુ બોલતો હતો. હવે તારા ગામમાં આયો છું. તારે શું કરવુ છે? તેમ કહીને ગાળો બોલીને ઝપાઝપી અને ધોલધપાટ કરવા લાગ્યો હતો.

એ જોઇને સુનિલભાઇ તેના પિતાને બચાવવા માટે વચ્ચે છોડાવવા પડતા કનુભાઇ ખુશાલભાઇ માછીના હાથમાં ધારદાર ચપ્પુ હોઇ તેના હાથમાનું ચપ્પુ સુનિલભાઇને મારતા પેટના ઉપરના ભાગે, છાતી નીચે ચપ્પુનો ઘા વાગતા ખુબ જ લોહી નિકળવા લાગ્યું હતું. તે વખતે ફળિયાના માણસો ભેગા થઇ જતા કનુભાઇ ખુશાલભાઇ માછી ત્યાંથી નાસી છૂટ્યો હતો. ઇજાગ્રસ્ત સુનિલભાઇને જીવલેણ ગંભીર ઇજા થતા ટેમ્પામાં સારવાર અર્થે રેફરલ હોસ્પિટલમાં લવાયો હતો.સુનિલભાઇ તડવીની ફરીયાદ આધારે સંખેડા પોલીસે એટ્રોસીટી એક્ટ અને આઇ.પી.સી.ની વિવિધ કલમો હેઠળ ગુન્હો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- તમે તમારા કામને નવું સ્વરૂપ આપવા માટે વધારે રચનાત્મક રીત અપનાવશો. આ સમયે શારીરિ રૂપથી પણ તમે પોતાને સ્વસ્થ અનુભવ કરશો. તમારા પ્રિયજનોની મુશ્કેલ સમયમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિ...

    વધુ વાંચો