તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

નિર્ણય:છોટાઉદેપુર રોજગાર કચેરીની સેવાઓ ઓનલાઇન મળી રહેશે

સંખેડાએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • નામ નોંધણી, રિન્યુઅલ જેવી સેવાઓ ઓનલાઇન કરાઈ

જિલ્લા રોજગાર કચેરી અને નગર રોજગાર કચેરી, છોટાઉદેપુર દ્વારા રોજગાર કચેરીઓની સેવાઓ જેવી કે નામ નોંધણી, રિન્યુઅલ, અપડેશન જેવી સેવાઓ ઓનલાઇન કરી દેવામાં આવી છે. રોજગાર કચેરીમાં નામ નોંધણી કરાવવા ઇચ્છુક ઉમેદવારોએ તેઓના શાળા છોડ્યાનું પ્રમાણપત્ર, જાતિ અંગેનો દાખલો (જો લાગુ પડતું હોય તો), ધો. 10 અને ધો.12 પાસની માર્કશીટ, સ્નાતક અંગેની તમામ માર્કશીટ અને ડિગ્રી સર્ટિફિકેટ, આધારકાર્ડ સ્કેન/ફોટો, ઉમેદવારનું ઇ-મેલ આઇ.ડી અને મોબાઇલ નંબર કચેરીના ઇ-મેલ એડ્રેસ eochhotaudepur@gmail.com પર મોકલી આપવાનું રહેશે. વધુ માહિતી માટે જિલ્લા રોજગાર કચેરી, છોટાઉદેપુરના હેલ્પલાઇન નંબર 02669-232239 પર સંપર્ક કરવા જિલ્લા રોજગાર અધિકારી આર.એલ.પરમાર તરફથી જણાવાયું છે.

અન્ય સમાચારો પણ છે...