તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ચૂંટણી:બરોડા ડેરીની ચૂંટણીમાં સંખેડા ઝોનનું 100 ટકા મતદાન થયું

સંખેડા2 મહિનો પહેલા
 • કૉપી લિંક

બરોડા ડેરીની સંખેડા ઝોનની ચૂંટણીમાં 100 ટકા મતદાન થયું હતું. ત્રણેય ઉમેદવારોના જીતના દાવા કર્યા છે. ત્રણેય ઉમેદવારોના ભાવિ મતપેટીમાં સિલ થયા. કોણ જીતશે કોણ હારશે એ આજે મતગણતરી બાદ ખબર પડી જશે. બરોડા ડેરીની ચૂંટણી સોમવારે યોજાઇ હતી. જેમાં સંખેડા ઝોનમાં કુલ ત્રણ ઉમેદવારો હતા. બરોડા ડેરીની ચૂંટણીમાં સંખેડાના રમેશભાઈ બારીયા રામપુરાના અજીતસિંહ ઠાકોર અને કઠોળના નરેન્દ્રસિંહ સુરત વચ્ચે ચૂંટણી યોજાઈ હતી. આ ચૂંટણી કાંટે કી ટક્કર જેવી હતી.

છેલ્લા કેટલાય દિવસોથી આ ત્રણેય ઉમેદવારો અને તેમના સમર્થકો ચૂંટણી જીતવા માટે મતદારોનો સતત સંપર્ક કરતા હતા. બરોડા ડેરીની સંખેડા ઝોનની ચૂંટણી માટે કુલ 84 મતદારો હતા. સોમવારે બરોડા ડેરી ખાતે યોજાયેલી ચૂંટણીમાં આ તમામ 84 મતદારોએ મતદાન કરતા 100 ટકા મતદાન નોંધાયું છે. ચૂંટણી બાદ આ ત્રણેય ઉમેદવારો દ્વારા પોતપોતાની જીતનાં દાવા કરાયા હતા. જો કે કોણ જીતશે અને કોણ હારશે તે આજે યોજાનારી મત ગણતરી બાદ ખબર પડી જશે. હાલમાં તો આ ત્રણેય ઉમેદવારોનું ભાવિ મતપેટીમાં સીલ થયું છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઈ ખાસ કામ પૂરું કરવામાં આજે તમારી મહેનત સફળ રહેશે. સમયમાં સકારાત્મક પરિવર્તન આવી રહ્યું છે. ઘર અને સમાજમાં તમારા યોગદાન અને કાર્યની પણ પ્રશંસા થશે. નેગેટિવઃ- નજીકના કોઈ સંબંધીના કારણે પ...

  વધુ વાંચો