ભાસ્કર વિશેષ:કઠોલીમાં પ્રવેશવાના રસ્તાનું ધાવાણ થઈ કોતર બન્યું

સંખેડા2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ​​​​છેલ્લા 4 દિવસથી આટલું મોટું ભંગાણ હોવા છતાં જવાબદાર તંત્ર દ્વારા કોઈ કાર્યવાહી કરાઈ નથી

સંખેડા તાલુકાના કઠોલી ગામમાં જવાના રસ્તો કોતર બન્યો છે. વરસાદમાં રસ્તો ધોવાઇ ગયો છે. આશરે 30 ફૂટ જેટલો લાંબો અને 20 ફૂટ જેટલું મોટું કોતર પડી ગયું છે. આ રસ્તાનું સમારકામ 4 દિવસ થવા છતાં હજી રોડ ખાતા દ્વારા ન કરાતા સ્થાનિકોમાં રોષની લાગણી ફેલાઇ છે.

સંખેડા તાલુકાના કઠોલી ગામ પાસે તાજેતરમાં જ પડેલા ભારે વરસાદને કારણે ગામમાં પ્રવેશતાની સાથે જ મોટું અંતર પડી ગયું છે. રસ્તો અડધાથી વધારે તુટી ગયો છે. આશરે 30 ફૂટ લાંબુ અને 20 ફૂટ પહોળું કોતર જ બની ગયું છે. જેથી આ રસ્તે અન્ય તો વાહન ચાલક પસાર ન થાય તે માટે રસ્તાની બંને બાજુએ ઝાડની ડાળીઓ મુકી દેવામાં આવી છે.

ચોમાસા દરમિયાન રસ્તા ઉપર પડેલા ગાબડા તેમજ ભંગાણોને તાત્કાલિક કામ કરવાને બદલે તંત્ર દ્વારા અહીંયા કોઈ જ કામગીરી કરાઇ નથી. અત્રેના સરપંચ રસિકભાઈ તડવીના જણાવ્યા મુજબ, “ચાર દિવસ અગાઉ જ્યારે વરસાદ પડ્યો ત્યારે અહીંયા રસ્તા ઉપર ખૂબ જ મોટું ધોવાણ થઇ ગયું હતું. આ ધોવાણ થયા બાદ અત્રે અધિકારીઓ જોવા માટે પણ આવ્યા હતા. પરંતુ તેમણે વરસાદને કારણે કામગીરી ન થઈ શકે હોવાનું જણાવ્યું હતું.’

ભંગાણની જગ્યાએ મોટું પહોળું નાળું બનાવવા સ્થાનિકોની માગ
કઠોલી ગામમાં જવાના રસ્તા ઉપર જ જાણે કોતર થઈ ગયું હોય એવા દૃશ્ય જોવા મળી રહ્યા છે. જોકે અહીંયા તંત્ર દ્વારા મોટું અને પહોળું નાળુ બનાવે તો લોકોને આવવા-જવાની વધુ સરળતા રહે. હાલમાં અન્ય રસ્તો છે. જેના થકી વાહનોનો અવર-જવર થઈ શકે છે. પણ જે રોડ ઉપર કોતર બન્યુ છે એ મુખ્ય માર્ગ છે.

અન્ય સમાચારો પણ છે...