તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પાકને વ્યાપક નુકસાન:જોજવા આડબંધ ઓવરફ્લો થતાં નદી પટમાં રહેલી તૈયાર ખેતી ધોવાઇ

સંખેડા2 મહિનો પહેલા
 • કૉપી લિંક
જોજવા આડબંધ ઓવરફ્લો થતાં નદીના પટમાં તરબૂચ, ટેટી તેમજ શાકભાજીનું વાવેતર કરતા ખેડૂતોમાં ચિંતા ઊભી થઇ. - Divya Bhaskar
જોજવા આડબંધ ઓવરફ્લો થતાં નદીના પટમાં તરબૂચ, ટેટી તેમજ શાકભાજીનું વાવેતર કરતા ખેડૂતોમાં ચિંતા ઊભી થઇ.
 • વઢવાણાનો ગેટ બંધ કરાતાં જોજવા આડબંધ વધુ પાણી આવતાં છલકાયો
 • ખેડૂતો અને આગેવાનોની રજૂઆત બાદ વઢવાણા ફીડરના ગેટ ખોલાયા

ભરશિયાળે જોજવા આડબંધ ઓવરફ્લો થતા તેનું પાણી ઓરસંગ નદીમાં આવતા નદીના પટમાં વાવણી થયેલા તરબુચ,સક્કરટેટી તેમજ શાકભાજીના પાક ઉપર પાણી ફરી વળતા પાકને વ્યાપક નુકસાનની આશંકા સેવાઈ રહી છે. ભોઇ સમાજના ખેડૂતોએ રાજકીય આઅગેવાનોને રજૂઆત કરતા આખરે વઢવાણા ફિડર કેનાલના દરવાજા ખોલાયા બાદ ખેડૂતોની મુશ્કેલી થોડી હલ થઇ હતી. જોકે આ રીતે જોજવા આડબંધમાંથી બીજી ત્રીજી વખત પાણી આવ્યું છે. જેથી ખેડૂતોને ખુબ જ નુકસાન સહન કરવાનો વારો આવે છે.

સંખેડા તાલુકામાં છેલ્લા કેટલાક દિવસથી કપાસ વેચવા માટે ખેડૂતો પરેશાન બન્યા છે. તો બીજી તરફ હવે ઓરસંગ નદીના પટમાં ખેતી કરતા સંખેડા-બહાદરપુરના ભોઇ સમાજના ખેડૂતોને નુકસાની વેઠવાનો વારો આવ્યો છે. ભોઇ સમાજના ખેડૂતો શિયાળામાં નદીના પટમાં તરબુચ, ટેટી તેમજ શાકભાજીનું વાવેતર કરીને પેટીયું રળે છે. પણ ઓરસંગ નદીમાં પાણી આવી જાય તો તેમને નુકસાન સહન કરવાનો વારો આવે છે.

હાલમાં શિયાળો ચાલી રહ્યો છે પણ આ શિયાળામાં જોજવા ગામ પાસેનો ઓરસંગ નદી પરનો આડબંધ ઓવરફ્લો થવાના કારણે પાણી નદીમાં આવવાના કારણે નદીના પટમાં થયેલા વાવેતરને વ્યાપક નુકસાન થયું છે. ક્યાંક તો છોડ ઉપર ચારેય બાજુથી પાણી ફરી વળ્યું છે. ખેડૂતો દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો હતો કે જોજવા આડબંધનું પાણી વઢવાણા ફિડરમાં ન છોડવાના કારણે આડબંધમાં પાણીનું લેવલ વધી જાય છે. અને તેનું પાણી નદીમાં આવી જાય છે.અને તેના કારણે જ તેમની ખેતીને નુકસાન થાય છે. આ વખતે પણ આવુ જ થયું છે અને એટલે ખેતીને નુકસાન થયું છે. જોકે ખેડૂતોની ઉગ્ર રજૂઆત બાદ વઢવાણા ફિડર કેનાલના દરવાજા ખોલવાનું શરૂ કરાયું હતું.

જોજવામાં નર્મદાનું વેડફાયેલું પાણી આવે છે
જોજવામાં નર્મદાનું બધુ વેસ્ટેજ પાણી આવે એ બધુ આમાં ઓરસંગમાં આવે છે.વઢવાણા તળાવ ફૂલ થઇ ગયું છે. એમાંય બહુ પાણી ભરાય એમ નથી.થોડુ થોડુ હળવુ કરાવું છું. - આર.જી.રાઠવા, વઢવાણા તળાવના અધિકારી.

શાકભાજી અને શક્કર ટેટીને મોટું નુકસાન
વઢવાણા તળાવમાં જોજવા ડેમના ગેટ બંધ કરાવી દેતા અને પાણી નદીમાં જતાં લોકોના શાકભાજી અને શક્કરટેટીને મોટું નુકસાન થયું છે. બધું ડૂબી ગયું છે. આવું બીજી ત્રીજી વખત થયું છે. અને આ વખતે બધો ખર્ચો કરેલો માથે પડે એવું છે. - ભગુભાઇ, ખેડૂત

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે શાંતિથી તમારું કામ પૂરું કરી શકશો. દરેકનો સાથ મળશે. સરકારી કામમાં સફળતા મળશે. ઘરનાં વૃદ્ધજનોનાં માર્ગદર્શનથી લાભ મળશે. નેગેટિવઃ- મન કન્ટ્રોલમાં રાખો. લોકોની&nb...

  વધુ વાંચો