હરાજીનો આરંભ:હાંડોદ સેન્ટરમાં હરાજીમાં કપાસનો ભાવ રું.8500થી 9725 સુધી પડ્યા

સંખેડા11 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • કપાસ હરાજીમાં વેચવા માટે ગુરુવારે 51 વાહનો જ આવ્યા હતા

સંખેડા તાલુકાના હાંડોદ સેન્ટર ઉપર કપાસની આવક દર વર્ષે વધતી જોવા મળે છે પણ આ વર્ષે કપાસની આવક ગત વર્ષની સરખામણીમાં ઓછી જોવા મળી છે. પાછોતરા વરસાદ અને માવઠાની સીધી અસર કપાસની ખેતી ઉપર પડેલી જોવા મળી છે. સંખેડા તાલુકાના હાંડોદ સેન્ટર ઉપર લાંબા સમય બાદ હરાજીનો આરંભ થયેલો છે.

જેમાં જીનના માલિકો હરાજીમાં ભાગ લઇને કપાસ ખરીદી કરે છે. હરાજી થવાના કારણે ખેડૂતોને સારા કપાસના વધુ સારા ભાવો મળે છે. સંખેડા તાલુકાના હાંડોદ સેન્ટર ઉપર કપાસના ભાવ ગુરુવારે 8500થી 9725 સુધી પડ્યા હતા. અત્રે કપાસ હરાજીમાં વેચવા માટે 51 સાધનો જ આવ્યા હતા.

અત્રે આવેલા કપાસના વેપારીઓની ચર્ચામાંથી જાણવા મળ્યા મુજબ રૂની ગાંસડીના ભાવમાં ઘટાડો આવ્યો છે. તેમજ કપાસીયામાં લેવાલીનો અભાવ જોવા મળી રહ્યો છે. કપાસીયાના ભાવો 3800-3850 રૂપિયા ચાલે છે. જેનો ભાવ થોડા દિવસ અગાઉ 4100 રૂપિયા હતા. જેના કારણે કપાસના ભાવના ઉછાળા ઉપર બ્રેક લાગી છે.

અન્ય સમાચારો પણ છે...