અકસ્માતનો ભય:ખૂનવાડ નજીક કોતર ઉપરના નાળાની એક બાજુની પેરાફિટ 1 વર્ષમાં જ અડધી તૂટી

સંખેડા19 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પેરાફીટની જગ્યાએ સમારકામ ન કરાતા અકસ્માતનો ભય
  • ગયા વર્ષે અહેવાલ પ્રસિદ્ધ થયા બાદ પેરાફિટ બનાવાઈ હતી

સંખેડા તાલુકાના ખુનવાડ ગામ પહેલા કોતર આવેલું છે. આ કોતર ઉપર અગાઉ એક નાળુ બનેલું હતું. નાળાની બંને બાજુએ પેરાફીટ નથી. જેને કારણે અકસ્માતનો ભય સેવાતો હતો. આ બાબતે દિવ્ય ભાસ્કર દૈનિકમાં સમાચારો પ્રસિદ્ધ થયા બાદ રોડ ખાતું જાગ્યું હતું અને કોતર ઉપરના નાળાની બંન્ને બાજુએ નવેસરથી પેરાફીટ બનાવવાની કામગીરી હાથ ધરી હતી. ગયા વર્ષે અહીંયા પેરાફીટ બનાવાઈ હતી. જે આ એક બાજુની અડધાથી વધારે તુટી ગઈ છે. અને જેને કારણે ફરીથી અકસ્માતનો ભય રહેલો છે. કોઈ વાહનની ટક્કર લાગવાના કારણે પેરાફિટ તૂટી હોવાનું મનાઇ રહ્યું છે.

અન્ય સમાચારો પણ છે...