તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

મંથર ગતિ:સંખેડા રેસ્ટ હાઉસની કામગીરી પોણા ત્રણ વર્ષ થવા છતાં હજીય પણ અધૂરી

સંખેડા3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • હજી પણ રેસ્ટ હાઉસમાં કલરકામ અને લાઇટ ફિટિંગની કામગીરી ચાલી રહી છે

પોણા ત્રણ વર્ષ સંખેડાના રેસ્ટ હાઉસની કામગીરીનું ખાત મુહુર્ત થવા છતા હજી બન્યું નથી. હજીય લાઇટ ફિટીંગ અને કલરકામ બાકી છે. મંથર ગતિએ સંખેડા રેસ્ટ હાઉસનું કામ ચાલી રહ્યું છે.

સંખેડા ખાતે હાંડોદ રોડ ઉપર નવિન રેસ્ટ હાઉસ બનાવવાની કામગીરીનું ખાતમુહુર્ત 15 ઓક્ટોબર 2018ના રોજ સંખેડાના ધારાસભ્ય અભેસિંહભાઇ તડવી દ્વારા કરવામાં આવ્યું હતું. આશરે સવા વર્ષમાં આ રેસ્ટ હાઉસની કામગીરી પુરી કરવાની હતી. પણ પોણા ત્રણ વરસ થયે આ ખાત મુહુર્તને પણ હજી સુધી આ રેસ્ટ હાઉસની તમામ કામગીરી પુરી થઇ નથી. સ્ટેટ આર એંડ બી દ્વારા સંખેડા ખાતે બની રહેલા આ રેસ્ટ હાઉસની કામગીરી સંભાળી રહ્યું છે. સ્ટેટ આર એંડ બીના ડેપ્યુટી એંજિનિયર ગૌતમભાઇ રાણાનો ટેલિફોનીક સંપર્ક કરતા તેઓએ જણાવ્યું હતું કે, ‘રેસ્ટ હાઉસની કામગીરીમાં લાઇટ ફિટીંગ બાકી છે. એની કામગીરી ચાલી રહી છે.’ જોકે જ્યારે આ રેસ્ટ હાઉસની મુલાકાત લેતા ત્યાં કલરકામ પણ ચાલી રહેલું જોવા મળ્યું હતું. હજીય આ રેસ્ટ હાઉસમાં ફર્નિચર પણ મુકવાનું બાકી છે. ગત વર્ષે જુલાઇ મહિનામાં ડેપ્યુટી એન્જિનિયર ગૌતમભાઇ રાણાએ આ રેસ્ટ હાઉસ બે-અઢી મહિનામાં કામગીરી પૂર્ણ થશે એમ જણાવ્યું હતું. પણ હજીય આ કામગીરી તો અધુરી જ છે. છોટાઉદેપુર જિલ્લામાં અનેક વિધ સુવિધાઓમાં સૌથી પાછળ સંખેડા તાલુકો હોય એવી લાગણી તાલુકાવાસીઓમાં ફેલાયેલી છે.

અન્ય સમાચારો પણ છે...