તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વન્ય પ્રાણીઓની ગણતરી:છોટાઉદેપુર જિલ્લામાં આ વર્ષે વન્ય પ્રાણીઓની સંખ્યામાં 184નો વધારો થયો

સંખેડા3 મહિનો પહેલા
  • કૉપી લિંક
જિલ્લામાં જંગલમાં 98 પોઇંટ ઉપર વન્ય પ્રાણીઓની ગણતરી કરાઇ હતી. - Divya Bhaskar
જિલ્લામાં જંગલમાં 98 પોઇંટ ઉપર વન્ય પ્રાણીઓની ગણતરી કરાઇ હતી.
  • જંગલમાં 98 પાણીના પોઇન્ટ ઉપર વન્ય પ્રાણીઓની ગણતરી કરાઇ
  • ગણતરી કામમાં કુલ 386 કર્મચારીઓ તેમજ રોજમદાર ગ્રામજનો જોડાયા

છોટાઉદેપુર જિલ્લામાં નવ રેંજમાં 98 પોઇંટ ઉપર જંગલખાતા દ્વારા 386 કર્મચારીઓ, રોજમદાર ગ્રામજનો દ્વારા બે દિવસ સુધી પક્ષીઓ અને પ્રાણીઓની ગણતરી કરાઇ હતી. ગત વખતની ગણતરીની સરખામણીમાં ભૂંડોની સંખ્યા વધી તો રાષ્ટીય પક્ષી મોરની સંખ્યા ઘટી હતી.

પાંચ વર્ષમાં ભૂંડ વધ્યા તો રાષ્ટ્રીય પક્ષી મોર ઘટ્યા.
પાંચ વર્ષમાં ભૂંડ વધ્યા તો રાષ્ટ્રીય પક્ષી મોર ઘટ્યા.

છોટાઉદેપુર જિલ્લામાં તા. 7 અને 8 જૂન દરમિયાન બે દિવસ સુધી જંગલખાતા દ્વારા વન્ય પ્રાણીઓની સંખ્યાની ગણતરી કરાઇ હતી. આ ગણતરી પાણીના જે પોઇંટ હતા ત્યાં અને એ આધારે ગણતરી કરવામાં આવી હતી. છોટાઉદેપુર ડી.એફ.ઓ. એચ.એસ.પટેલે આપેલી માહિતિ મુજબ, ‘વન્ય પ્રાણીઓની ગણતરી સામાન્ય રીતે મે મહિનામાં કરાતી હોય છે. પણ આ વર્ષે કોરોનાના કારણે મે મહિનામાં ગણતરી કરાઇ નહોતી. પણ જુન મહિનામાં વન્ય પ્રાણીઓની ગણતરી હાથ ધરાઇ હતી. આ ગણતરી છોટાઉદેપુર જિલ્લામાં આવેલ જંગલ વિસ્તારમાં છોટાઉદેપુર રેંજના 23 પોઇંટ, રંગપુર રેંજના 10 પોઇંટ, ડોલરીયા રેંજમાં 13 પોઇંટ, પાનવડ અને કવાંટ રેંજના 7-7પોઇંટ, બોરીયાદ અને બોડેલીના નવ-નવ પોઇંટ, અને નસવાડી તેમજ જેતપુર પાવીના દશ-દશ પોઇંટ ઉપર ગણતરી કરાઇ હતી.

આ ગણતરી કામમાં કુલ 386 કર્મચારીઓ તેમજ રોજમદાર ગ્રામજનો જોડાયા હતા. છેલ્લે વન્ય પ્રાણીઓની ગણતરી 2016માં થઇ હતી. જે બાદ વર્ષ 2021 જુન મહિનામાં કરાઇ છે. પાણીના જ્યાં જ્યાં પોઇંટ હતા તે સ્થળે જંગલમાં ગણતરી કરવામાં આવેલી છે.’

અન્ય સમાચારો પણ છે...