ભાસ્કર વિશેષ:નાના કાછિયાવગામાં મૂવિંગ ડેકોરેશન બન્યું આકર્ષણરૂપ

સંખેડાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ગણેશોત્સવમાં બાહુબલી ફિલ્મની જેમ જ આબેહૂબ દૃશ્યો અહીંયા જોવા મળે છે
  • મૂવિંગ ડેકોરેશનમાં બાહુબલી, દેવસેના, કટપ્પા, ભલ્લારદેવ સહિતના વિવિધ પાત્રોના 18 જેટલા સ્ટેચ્યૂ ગોઠવેલા છે

સંખેડા ગામે નાના કાછીયાવાગા વિસ્તારમાં આ વર્ષે બાહુબલી ફિલ્મનું મૂવિંગ ડેકોરેશન કરાયું છે. આ મૂવિંગ ડેકોરેશનમાં બાહુબલી ફિલ્મમાં આવતા વિવિધ બનાવો તેના પાત્રો જોવા મળે છે. ફિલ્મની જેમ જ આબેહૂબ દૃશ્યો અહીંયા જોવા મળે છે. કોરોનાના બે વર્ષ દરમિયાન અહિયાં આ વિસ્તારમાં કોઈ ખાસ ડેકોરેશન કરાયું નહોતું. પણ આ વર્ષે તો અહિયાં જે ડેકોરેશન કરાયું છે. જે જોઈ સૌ કોઈ મંત્રમુગ્ધ બની ગયા છે.

અહીંયા આ વર્ષે થયેલ બાહુબલીના મૂવિંગ ડેકોરેશનમાં બાહુબલી, દેવસેના, કટપ્પા, ભલ્લારદેવ સહિતના વિવિધ પાત્રોના 18 જેટલા સ્ટેચ્યુ ગોઠવેલા છે. જેને જોઈને અહિયાં આવતા શ્રોતાઓ પણ મંત્રમુગ્ધ બની ગયા છે. ગણેશોત્સવના પહેલા જ દિવસે અહિયાં મોટી સંખ્યામાં લોકો આ મૂવિંગ ડેકોરેશન સાથે દર્શન કરવા માટે ઉમટી પડ્યા હતા.

અહીંયા આવા મૂવિંગ ડેકોરેશન બનાવવા માટે યુવક મંડળ પણ છેલ્લા એક મહિનાથી કામગીરીમાં જોડાયેલા રહ્યા હતા.આશરે 10 મિનિટ સુધી ચાલતા આ બાહુબલીના મૂવિંગ ડેકોરેશનને જોવા માટે માત્ર સંખેડા જ નહીં પણ અન્ય ગામોમાંથી મોટી સંખ્યામાં લોકો ઉમટી પડે એવી શક્યતા છે.

અન્ય સમાચારો પણ છે...