સિઝનનો કોલ્ડેસ્ટ ડે:જિલ્લામાં લઘુતમ તાપમાનનો પારો ગગડીને 7.3° પહોંચ્યો, 6 દિવસમાં મહત્તમ તાપમાન 7.1°, લઘુતમ તાપમાન 12.9° ઘટ્યું

સંખેડા4 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • છોટાઉદેપુર જિલ્લામાં સોમવારે સિઝનનો કોલ્ડેસ્ટ ડે અનુભવાયો

છોટાઉદેપુર જિલ્લામાં કોલ્ડેસ્ટ ડે અનુભવાયો હતો. સોમવારે 7.3° સે તાપમાન અનુભવાયું હતું. છેલ્લા છ દિવસમાં મહત્તમ તાપમાન 7.1° સે. અને લઘુત્તમ તાપમાન 12.9° સે.ઘટ્યું. ઇશાની પવનો શરૂ થયા, રાજસ્થાન અને મધ્યપ્રદેશમાં વરસાદ અને હિમાલયમાં હિમવર્ષા થતા તાપમાનનો પારો ગગડ્યો.સંખેડા તાલુકાના મંગલભારતી ખાતે દામુ પ્રોજેક્ટ અંતર્ગત વડોદરા અને છોટાઉદેપુર જિલ્લા માટેની હવામાન ખાતાની કચેરી આવેલી છે. અત્રેના હવામાનશાસ્ત્રી કેયુરભાઇ પટેલે આપેલી માહિતિ મુજબ તા. 10 જાન્યુઆરી સોમવારનો દિવસ આ સિઝનનો કોલ્ડેસ્ટ ડે અનુભવાયો છે.

સોમવારનું તાપમાન 7.3° સે. અનુભવાયું છે. વધુમાં તેમણે જણાવ્યું કે, ‘સોમવારે લઘુત્તમ તાપમાન 7.3° સે. હતું. જે આ સિઝનનો કોલ્ડેસ્ટ ડે છે. આ અગાઉ ગયા મહિને લઘુત્તમ તાપમાન 22 ડિસેમ્બરે 9.3° સે. અનુભવાયું હતું. રાજસ્થાન અને મધ્યપ્રદેશમાં વરસાદ પડ્યો છે અને હિમાલયમાં બરફ વર્ષા થયી છે. વાતાવરણ ખુલ્લુ થયું છે. અને સાથે સાથે ઇશાની પવનો પણ ચાલુ થયેલા છે. આ બધા પરિબળો એકસાથે ભેગા થવાના કારણે તાપમાનમાં ઘટાળો નોંધાયો છે.’

ઠંડીથી ઘંઉ-ચણાને ફાયદો થઈ શકે છે
કેટલાક દિવસથી વાતાવરણમાં ઠંડક વધવાના કારણે ખેતીમાં ઘંઉ અને ચણા જેવા પાકોને ફાયદો થઇ શકે છે. સંખેડા સહિત છોટાઉદેપુર જિલ્લામાં ઘંઉ અને ચણાનું વાવેતર થયેલું છે. આ બે પાકો માટે આ ઠંડી ફાયદાકારક હોવાનું અત્રેની વિસ્તરણ અધિકારી ખેતીના મગનભાઇ રાઠવાએ જણાવ્યું હતું.

છ દિવસમાં તાપમાનમાં મોટો ઘટાડો થતાં જિલ્લાવાસીઓ તાપણાના સહારે
છેલ્લા છ દિવસ દરમિયાન જિલ્લામાં લઘુતમ અને મહત્તમ તાપમાનમાં મોટો ઘટાળો નોંધાયો છે. તા. 5 જાન્યુઆરીના રોજ લઘતમ તાપમાન 20.2° સે. હતું. જે ઘટીને તા.10 જાન્યુઆરીએ 7.3° સે. થયું હતું. જ્યારે મહત્તમ તાપમાન તા.5 જાન્યુઆરીના રોજ 31.5° હતું. જે તા. 9 જાન્યુઆરીના રોજ ઘટીને 24.4° સે. થયું હતું.

છેલ્લા છ દિવસનું તાપમાન

તારીખલઘુતમ તાપમાનમહત્તમ તાપમાન
5 જાન્યુઆરી20.2°31.5°
6 જાન્યુઆરી17.6°27.6°
7 જાન્યુઆરી17.4°28.6°
8 જાન્યુઆરી16.1°27.0°
9 જાન્યુઆરી10.3°24.4°
10 જાન્યુઆરી7.3°-
અન્ય સમાચારો પણ છે...