ભાસ્કર વિશેષ:સંખેડા-નાગરવાડા રોડ પરના નાળાનો વચ્ચેનો ભાગ બેસી ગયો, નાળા આગળ રસ્તા પાસે ધોવાણ પણ થયું

સંખેડા3 મહિનો પહેલા
  • કૉપી લિંક
સંખેડા-નાગરવાડા રોડ ઉપરના નાળાનો વચ્ચેનો ભાગ બેઠો,આગળ રસ્તા પાસે ધોવાણ પણ થયું. - Divya Bhaskar
સંખેડા-નાગરવાડા રોડ ઉપરના નાળાનો વચ્ચેનો ભાગ બેઠો,આગળ રસ્તા પાસે ધોવાણ પણ થયું.
  • 4 મહિના અગાઉ જ અહીંયા નવીન રોડ અને નાળું બનાવવામાં આવ્યું હતું
  • સંખેડાના ધારાસભ્યના નિવાસસ્થાને જવાના માર્ગે જ આ સ્થિતિ

સંખેડા તાલુકાના સંખેડાથી નાગરવાડા રોડ પરનું નાળુ બેઠું.રોડ પાસે ધોવાણ પણ થયું છે. સંખેડાના ધારાસભ્યના ઘર તરફ જતો આ માર્ગ 4 મહિના અગાઉ બન્યો હતો. નબળી કામગીરીની મેઘરાજાએ પોલ ખોલી નાખ્યાની ચર્ચા ઉઠી છે. કેટલાક સ્થાનિકે નાળાના બેસી ગયેલા ભાગ ઉપર ઝાડની ડાળી મૂકી જેથી કોઈ અકસ્માત સર્જાય નહીં.સંખેડા-નાગરવાડા વચ્ચે 4 મહિના અગાઉ નવો રોડ બન્યો હતો. રોડ બનતા લોકોમાં આનંદની લાગણી ફેલાઇ હતી. આ રોડ ઉપર ટોકરી કોતર ઉપર નાળુ પણ બન્યું છે. ગઈકાલે સંખેડા તાલુકામાં 3 ઇંચ જેટલો વરસાદ પડ્યો હતો.

વરસાદને કારણે આ રસ્તા ઉપર એક બાજુએ ધોવાણ થયું હતું. ઉપરાંત નવા બનેલા નાળાનો વચ્ચેનો ભાગ કોઈ વાહન પસાર થતા બેસી ગયું હતું. જેથી આ રસ્તા-નાળાની કામગીરી નબળી થઈ હોવાનો પણ સ્થાનિકો આક્ષેપ કરી રહ્યા છે.નાળાની વચ્ચેનો જે ભાગ બેસી ગયો છે. ત્યાં કેટલાક સ્થાનિકો ઝાડની ડાળી લાવીને આ બેસી ગયેલા ભાગ ઉપર મુક્યા છે. જેથી કરીને કોઈ અકસ્માત ન થાય.આ રસ્તે સંખેડાના ધારાસભ્ય અભેસિંહ તડવીનું ઘર આવેલું છે. તેમના ઘરે જવાના રસ્તાની નબળી કામગીરી થતી હોય તો અન્ય વિસ્તારોમાં કેવી કામગીરી થતી હશે એ તો વિચારવું જ રહ્યું.

અન્ય સમાચારો પણ છે...