તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
સંખેડા તાલુકાના આકાખેડા ગામ નજીક રોડ પરથી જિલ્લા એલ.સી.બી.પોલીસે 82320 રૂપિયાના વિદેશી દારૂ અને બિયર સાથે 582820 રૂપિયાનો મુદ્દામાલ ઝડપી કાઢ્યો હતો. એક શખ્સ ઝડપાયો. પાયલોટિંગ કરનારા બે મોટરસાઇકલ ચાલક નાસી છૂટ્યા હતા.છોટાઉદેપુર જિલ્લા એલ.સી.બી. પોલીસને બાતમી મળી હતી કે બોડેલી તરફથી એક તુફાન ગાડીમાં ભારતીય બનાવતનો વિદેશી દારૂ જવાનો છે. આ બાતમી આધારે એલ.સી.બી.પોલીસ આકાખેડા જવાના રસ્તાની બાજુમાં વોચમાં હતા.
એ દરમિયાન બાતમીવાળી તુફાન ગાડી આવતા રસ્તા ઉપર આડશ ઉભી કરીને ગાડી ઉભી રખાવી તેમાં બેઠેલા શખ્સ પકડી પાડીને તુફાન ગાડીમાં ચેક કરતા તેમાંથી પાછળની સીટ પાસેથી દારૂ બિયરનો જથ્થો મળી આવ્યો હતો. ઝડપાયેલા શખ્સનું નામ ઠામ પૂછતાં તેણે પોતાનું નામ રાજેશભાઇ પારસિંગભાઈ બારિયા રહે. સાદરા તા.દેવગઢ બારિયા હોવાનું જણાવેલ હતું.
આ દારૂ બિયર ક્યાંથી લાવીને ક્યાં લઇ જવાનો હતો એ બાબતેની પૂછપરછમાં તેણે તેના મિત્ર સુરેશભાઈ રૂપસિંગભાઈ રાઠવા રહે. જાપટિયા તા. દેવગઢ બારિયા અને વિપુલભાઈ રતનભાઈ રાઠવા રહે. જાપટિયા તા. દેવગઢ બારિયા લઈ જવાતો હોવાનું જણાવ્યું હતું. ક્યાંકથી લાવેલા અને કોને આપવાનો છે તે તેઓને ખબર હતી. તેઓ મોટરસાઇકલ લઈને તુફાન ગાડીની આગળ આગળ પાયલોટિંગ કરતા હતા.ગણતરી કરતા દારૂ-બિયરની કુલ 288 બોટલો મળી આવી હતી. જેની કિંમત 82320 રૂપિયા થતી હતી.
તેમજ તુફાન ચાલક પાસેથી એક મોબાઈલ ફોન મળ્યો હતો. જેની કિંમત 500 રૂપિયા થતી હતી. અને તુફાન ગાડીની કિંમત 500000 રૂપિયા મળીને કુલ 582820 રૂપિયાનો મુદ્દામાલ ઝડપાયો હતો.
પોઝિટિવઃ- ગ્રહ સ્થિતિ અનુકૂળ છે. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાત વધારશે. તમે તમારી કોઇ નબળાઈ ઉપર પણ કાબૂ મેળવવામાં સક્ષમ રહેશો. વાતચીતના માધ્યમથી તમે તમારું કામ પણ કઢાવી શકશો. નેગેટિવઃ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.