મા-બાપ સાથે મેળાપ:ત્રણ માસથી ગુમ બલીયાના મૂકબધિર યુવકનો મા-બાપ સાથે મેળાપ કરાવાયો

સંખેડાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • વાસણા આઉટ પોસ્ટની પોલીસે યુવકની ઓળખાણ શોધી મિલન કરાવ્યું

છોટાઉદેપુર જિલ્લાના સંખેડા પોલીસ સ્ટેશન નાઓના માર્ગદર્શન હેઠળ જિલ્લામાં ગુમ થયેલ વ્યક્તિઓની શોધખોળ કરવા સૂચના આધારે વાસણા આઉટ પોસ્ટના જમાદાર ભરતભાઈ હરીભાઈ. કોન્સ્ટેબલ વિજયકુમાર મનહરભાઈ.અને દિગ્વિજયસિંહ જયેન્દ્રસિંહ સાથે આઉટ પોસ્ટ વિસ્તારમાં પેટ્રોલિંગમાં નિકળેલા તે દરમિયાન બોડેલી-નસવાડી રોડ ઉપર એક અજાણ્યો ઇસમ ભીખારી જેવો માણસ મળી આવતા તેની પૂછપરછ કરતા તે સાંભળી કે બોલી શકતો ન હોય જેથી વાસણા ગામના ગોપાલસિંહ મોહનસિંહ રજપુત તથા નિજાનંદ મહારાજનો સંપર્ક કરી તેને નિજાનંદ મહારાજના આશ્રમમા રાખેલ અને ત્યારબાદ તે કાગળ ઉપર હિન્દી ભાષામાં સલીમભાઈ મુખ્ત્યારભાઈ અંસારી તથા ડુમરીયા, બલીયા લખતો હોય તે સીવાય બીજુ કાઇ લખતો ન હોય જેથી મોબાઇલ ઉપર ગુગલ મેપમા સર્ચ કરતા સદર એડ્રેસ ઉત્તરપ્રદેશના બલીયા જિલ્લાનું હોય જેથી બલીયા જિલ્લા કંટ્રોલ રૂમનો સંપર્ક કરતા તેઓએ આ ગુમ વ્યક્તિની તપાસ કરીને જણાવેલ કે તેઓના માતાપિતા અમદાવાદ વટવા ખાતે રહે છે અને તેઓનો મોબાઇલ નંબર આપતા તેઓના મોબાઇલમાં વોટ્સએપ ઉપર વ્યક્તિનો ફોટો નામ મોકલતા તેણે કહેલ કે આ મારો છોકરો છે અને તે બોલી કે સાંભળી શકતો નથી અને છેલ્લા ત્રણ માસથી ઘરેથી નીકળી ગુમ થયેલ હોવાનું જણાવતા તેઓને વાસણા આ.પો માં આવવા જણાવેલ તેઓને સાથે આ ત્રણ માસથી ગુમ થયેલ સલીમભાઈ પોતાના માતા-પિતા સાથે મેળાપ કરી આપતી સંખેડા પોલીસ સ્ટેશનના વાસણા આઉટ પો.સ્ટેના પોલીસ સ્ટાફ માનવતાનું ઉદાહરણ પુરૂ પાડી સારી કામગીરી કરવામાં આવેલ છે.

અન્ય સમાચારો પણ છે...