તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કામગીરી:મૃત પક્ષીઓ મળ્યા એ વડના વૃક્ષની ડાળીઓ જંગલખાતાએ દૂર કરાવી

સંખેડા8 મહિનો પહેલા
  • કૉપી લિંક
બહાદરપુર ગોલાગામડી વચ્ચે સસ્તા અનાજના ગોડાઉનની સામે વડના ઝાડની નીચેથી છેલ્લાં ત્રણ દિવસ દરમિયાન 62 વક્ષીઓ મૃત હાલતમાં મળી આવતા વડની ડાળીઓ દૂર કરવા જંગલખાતાએ કાર્યવાહી કરી. - Divya Bhaskar
બહાદરપુર ગોલાગામડી વચ્ચે સસ્તા અનાજના ગોડાઉનની સામે વડના ઝાડની નીચેથી છેલ્લાં ત્રણ દિવસ દરમિયાન 62 વક્ષીઓ મૃત હાલતમાં મળી આવતા વડની ડાળીઓ દૂર કરવા જંગલખાતાએ કાર્યવાહી કરી.
  • બહાદરપુર-ગોલાગામડી વચ્ચે ઝાડ નીચેથી 62 પક્ષીઓ મૃત મળ્યા હતા
  • વાહન વ્યવહારને નડતરરૂપ ડાળીઓ દૂર કરાઈ હોવાનું RFOએ જણાવ્યું

સંખેડા તાલુકાના બહાદરપુર-ગોલાગામડી વચ્ચે જે વડના ઝાડ નીચેથી 3 દિવસમાં 62 મૃત પક્ષીઓ મળ્યા હતા.એ વડની અનેક ડાળીઓ જંગલખાતાએ શુક્રવારે કપાવી દૂર કરી હતી. શુક્રવારે વધુ એક પણ મૃત પક્ષી મળ્યું નથી. જોકે વાહન વ્યવહારને નડતરરૂપ ડાળીઓ દૂર કરવામાં આવી હોવાનું સંખેડા આરએફઓએ જણાવ્યું હતું.સંખેડા તાલુકાના બહાદરપુર અને ગોલાગામડી વચ્ચે સસ્તા અનાજના ગોડાઉન ની સામે આવેલા એક વડના ઝાડની નીચેથી છેલ્લા ત્રણ દિવસમાં 62 પક્ષીઓ મૃત હાલતમાં મળ્યા હતા.

આ પક્ષીઓ કેમ મરી રહ્યા છે તે અંગે હજી કારણ અકબંધ છે પણ પ્રાથમિક કારણ એનું ફૂડ પોઇઝનિંગ છે. બાકીની વાસ્તવિક વિગતો વિસેરાના રિપોર્ટ આવ્યા બાદ જ જાણી શકાશે પણ શુક્રવારે જંગલખાતા દ્વારા જે વડના ઝાડની નીચેથી પક્ષીઓ મૃત હાલતમાં મળી આવ્યા હતા તેની કેટલીક ડાળીઓ કાપી નાખવાની કાર્યવાહી હાથ ધરાઇ હતી. જોકે આ બાબતે સંખેડા આરએફઓ એન.ટી. બારીયાએ જણાવ્યું હતું કે પક્ષીઓ આ વડના ઝાડની નીચેથી મૃત હાલતમાં મળ્યા છે એટલે આ વૃક્ષની ડાળીઓ કાપવામાં આવતી નથી પણ વાહન વ્યવહારને નડતરરૂપ એ ડાળીઓ છે. એને દૂર કરવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...