તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

મુશ્કેલી:સંખેડા રેફરલ હોસ્પિટલમાં કોરોનાની રસી મૂકાવવાના સ્થળ પર ભીડ જામી

સંખેડા3 મહિનો પહેલા
  • કૉપી લિંક
સંખેડા રેફરલ હોસ્પીટલમાં કોરોનાની રસી મુકાવવાના સ્થળે ભીડ જામતી જોવા મળી હતી. - Divya Bhaskar
સંખેડા રેફરલ હોસ્પીટલમાં કોરોનાની રસી મુકાવવાના સ્થળે ભીડ જામતી જોવા મળી હતી.
  • સવારથી આવેલા લોકોને બપોર સુધી રસી ન મૂકાતાં પરેશાન
  • સોફ્ટવેર ઈન્સ્ટોલેશનની કામગીરીને કારણે રજિસ્ટ્રેશન ધીમે ચાલતું હતું : કર્મચારી

સંખેડા રેફરલ હોસ્પિટલમાં કોરોનાની રસી મુકાઇ રહી છે. શુક્રવારે સવારથી જ રસી મુકાવવા માટે અનેક વ્યક્તિઓ આવી રહી હતી. આ પૈકી અનેકને બપોર સુધી રસી મુકવામાં આવી નહોતી. જેના કારણે યુવાનો તો ઠીક પણ વૃદ્ધ પણ અકળાયા હતા. સરખો જવાબ પણ મળતો ન હોવાનું પણ ચર્ચાતુ હતું.

અત્રે વડેલીથી રસી મુકાવવા માટે આવેલ રંજનબહેને જણાવ્યું હતું કે, ‘એક વાગ્યો છતા હજી સુધી મારો નંબર નથી આવ્યો.’ અન્ય એક સંખેડાના વૃદ્ધ નવ વાગ્યાનો આવ્યો છું. 80 વર્ષની ઉંમર છે. રસી મુકાવવા માટે આવ્યો છું. અહિંયા સોશિયલ ડિસ્ટન્સ પણ નથી.’ આ બાબ્તે અત્રે ફરજ પરના કર્મચારીનો સંપર્ક કરતા તેમણે જણાવ્યું હતું કે, ‘સવારે 9થી 11માં પીએમજેએવાય સોફ્ટવેર ઈન્સ્ટોલ કરવાની કામગીરી ચાલતી હતી. જેથી મોબાઇલમાં રજિસ્ટ્રેશનની પ્રક્રિયા ધીમે ધીમે ચાલતી હતી.’

અન્ય સમાચારો પણ છે...