સમસ્યા:3 મહિનાથી વિધવા પેન્શન ના મળતા હાલત કફોડી બની

સંખેડા17 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • વિધવાઓ સંખેડા પોસ્ટ ઓફિસમાં તપાસ અર્થે પહોંચી

છેલ્લા ત્રણ મહિનાથી વિધવાઓને દર મહિને મળતી પેન્શનની રકમ છેલ્લા ત્રણ મહિનાથી ન મળતા પરેશાન વિધવા મહિલાઓ તપાસ કરવા માટે સંખેડા પોસ્ટ ઓફિસે પહોંચી હતી. વિધવા મહિલાઓને દર મહિને રૂા. 1250 પેન્શન તરીકે સરકાર દ્વારા આપવામાં આવે છે. પણ છેલ્લા ત્રણ મહિનાથી આ પેન્શનની રકમ મહિલાઓને મળી નથી. મહિલાઓને આ પેન્શનની રકમ ન મળતા મહિલાઓ અત્યંત દુખી થઇ છે. અને પેન્શનની રકમ ન આવવા બાબતે સંખેડા ખાતે આવેલી પોસ્ટ ઓફિસમાં તપાસ કરવા માટે પહોંચી હતી.

સંખેડા ખાતેની પોસ્ટ ઓફીસમાં સંખેડા ગામ તેમજ તાલુકાની મહિલાઓને સરકાર તરફથી મળતી વિધવા સહાય રૂપે રૂા. 1250 મળે છે. જેની માટે વિધવા મહિલાઓને રોજે બરોજ પોસ્ટ ઓફીસના ધકા ખાવા પડે છે. તો સરકાર દ્વારા સેવાસદનમાં વિધવા પેન્સન આવે ત્યારબાદ પોસ્ટઓફિસમાં જમા થાય છે. પણ તંત્રને વિધવા મહિલાઓને ત્રણ-ત્રણ મહિનાઓ થઈ જાય છે. ત્યાં સુધી તેમના ખાતામાં નથી આવતા. પોસ્ટ ઓફિસમાં મહિલાઓ તપાસ કરવા માટે આવે છે. ક્યારે પેંશનની રકમ જમા થશે તેની આતુરતાથી રાહ જુવે છે. પણ પેંશનની રકમ જમા ન થતા વિલા મોઢે ઘેર પાછી જાય છે. આ વિધવા મહિલાઓની માંગ છે કે દર મહિને સમયસર પેંશન મળે.

અન્ય સમાચારો પણ છે...