છોટાઉદેપુર જિલ્લા પંચાયતની આયુર્વેદ શાખા અને આઇસીડીએસની પૂર્ણા યોજના હેઠળ સશક્ત અને સુપોષિત કિશોરી અભિયાન અંતર્ગત સંખેડા ખાતે જલારામ મંદિરના પટાંગણમાં કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમનો સમય સવારે 9 થી બપોરે 2:00 વાગ્યા સુધીનો હતો.પરંતુ આ કાર્યક્રમ બપોરે 2:00 વાગ્યા પહેલાં જ સમેટાઈ ગયો હતો. એક બાજુથી મંડપ પણ ખોલી નખાયો અને ખુરશીઓ પણ ભેગી કરવાની ચાલુ થઈ ગઈ. સ્ટોલ ઊભા કર્યા હતા એ સ્ટોલ પણ સમેટી લેવાયા હતા.
સંખેડા જલારામ મંદિર ખાતે છોટાઉદેપુર જિલ્લા પંચાયતની આરોગ્ય શાખાને આયુર્વેદ શાખા દ્વારા નિ:શુલ્ક સર્વરોગ નિદાન કેમ્પ ઉપરાંત આઇસીડીએસ શાખા દ્વારા પૂર્ણાં યોજના હેઠળ સશક્ત અને સુપોષિત કિશોરી અભિયાન કાર્યક્રમ યોજાયો હતો. આજ કાર્યક્રમમાં સંખેડા વકીલ મંડળના પ્રમુખ દ્વારા કિશોરીઓને પોક્સો કાયદા અંગેનું માર્ગદર્શન પણ આપવામાં આવ્યું હતું.
આ પ્રસંગે છોટાઉદેપુર જિ.પં.પ્રમુખ મલકાબેન પટેલ,તા.પં. પ્રમુખ સંજયભાઈ દેસાઈ,સંખેડા સરપંચ નીતિનભાઈ શાહ ઉપરાંત તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતના સભ્યો સંખેડા,વકીલ મંડળના પ્રમુખ કમલેશ પટેલ વિગેરે સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. આ તમામ કાર્યક્રમ સવારે 9 થી બપોરે 2 વાગ્યા સુધીનો હતો.
જો કે આ કાર્યક્રમ 9ને બદલે 11 વાગ્યાના સુમારે શરૂ થયો હતો અને બપોરે 2 વાગ્યા સુધી કાર્યક્રમ ચાલનાર હતો. પરંતુ બે વાગ્યા પહેલાં જ આ કાર્યક્રમ સમેટાઈ ગયો હતો. સ્ટોલ ઊભા કર્યા હતા એ સ્ટોલ ઉપર પણ કોઈ હાજર નહોતું. સ્ટોલ પણ સમેટી લેવાયા હતા. ખુરશી અને માઇક સિસ્ટમ પણ સમેટી લેવાઇ હતી.
પ્રોગ્રામ પતાવીને નીકળી ગઇ
મારે દિલ્હીથી ટીમ આવેલી છે એટલે હું આયોજિત કરાયેલો કાર્યક્રમ પતાવીને છોટાઉદેપુર આવવા નીકળી ગઇ. ત્યાં હું કોઈને પૂછું. > ડૉ.પારુલબેન વસાવા, આયુર્વેદ અધિકારી
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.