સંખેડા તાલુકાના સોનગીર નજીકના જંગલમાં સારંગપુર ગામના યુવકની ઝાડ ઉપર ગળે ફાંસો ખાધેલી હાલતમાં લાશ મળી આવી હતી. પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. સંખેડા તાલુકાના સોનગીર ગામ નજીક જંગલ આવેલું છે. આ જંગલ વિસ્તારમાં એક યુવકની લાશ મહુડાના ઝાડ ઉપર ગળે ફાંસો ખાધેલી હાલતમાં જોવા મળી હતી. આ બાબતે જંગલ ખાતાના કર્મચારીઓને જાણ થતાં તેઓ દ્વારા સંખેડા પોલીસને જાણ કરાઇ હતી. સંખેડા પોલીસ દ્વારા આ અંગે તપાસ કરાઇ હતી.
તપાસ દરમિયાન જાણવા મળ્યું હતું કે મૃતક યુવક સંખેડા તાલુકાના સારંગપુર ગામનો છે. સારંગપુર ગામના રવિદાસ ગણપતભાઈ ભીલ ઉં.વ.30 એ કોઈ અગમ્ય કારણોસર મહુડાના ઝાડની ડાળી સાથે ઓઢણી બાંધી ઓઢણીનો ગાળિયો ગળામાં નાખી લટકી જઇ આત્મહત્યા કરી હતી. આ બાબતે સંખેડા પોલીસ મથકે અકસ્માતે મોતનો ગુનો નોંધાયો છે. સંખેડા પોલીસ દ્વારા મૃતદેહને સંખેડા રેફરલ હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ અર્થે લાવવામાં આવ્યો હતો.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.