તપાસ:શેખલાલ ગામડીના તળાવમાંથી નવજાત બાળકીનો મૃતદેહ મળ્યો

સંખેડા11 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • અજાણી સ્ત્રીએ ઈરાદાપૂર્વક બાળકીને તળાવમાં ફેંકી દીધી હતી

સંખેડા તાલુકાના શેખલાલ ગામડી ગામની સીમમાં આવેલા તળાવમાંથી તાજી જન્મેલી બાળકીનો મૃતદેહ મળી આવ્યો હતો. કોઇ અજાણી સ્ત્રીએ પોતાની તાજી જન્મેલી બાળકીનો જન્મ છુપાવવા માટે ઇરાદાપૂર્વક બાળકીને તળાવના પાણીમાં ફેંકી દીધી હતી. બાળકીના મૃતદેહની નાળ પણ કાપેલી નહોતી.

સંખેડા તાલુકાના શેખલાલ ગામડી ગામમાં આવેલા તળાવમાં એક તાજી જન્મેલી બાળકી મરણ ગયેલી હાલતમાં જોવા મળી હતી. આ બાબતેની જાણ ગ્રામજનોને થતા ગામના માણસો તળાવ કિનારે ભેગા થયા હતા. તળાવના કિનારે પાણી ઉપર એક-બે દિવસ અગાઉની તાજી જન્મેલ બાળકીની લાશ પાણી ઉપર તરતી જોવા મળી હતી. જેથી પોલીસને જાણ કરાતા સંખેડા પોલીસ અત્રે આવી પહોંચી હતી. પોલીસની હાજરીમાં લાશને પાણીમાંથી કઢાઇ હતી.

બાળકીના શબ ઉપર એકેય વસ્ત્ર નહોતું. તેની નાડી પણ કાપેલ નહોતી. બાળકીનો જન્મ છુપાવવા તળાવના પાણીમાં નાખી દેવાથી તે પાણીમાં ડુબી જવાના કારણે મરણ જતા શરીર ફુલી જવા સાથે કોહવાઇ ગયેલું હતું. સંખેડા પોલીસ મથકે આ બાબતેનું ગુનો નોંધીને અજાણી માતાની શોધખોળ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...