તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

દુર્ઘટના:સંખેડાના પીપળસટની સીમમાં કરંટથી મૃત્યુ પામેલ 3ના મૃતદેહ મળ્યા

સંખેડા8 દિવસ પહેલા
  • કૉપી લિંક
પુત્ર સંજય સાથે પિતા રાજુભાઇ બારિયા - Divya Bhaskar
પુત્ર સંજય સાથે પિતા રાજુભાઇ બારિયા
  • પહેલા પિતા-પુત્ર અને બાદમાં 500 મીટર દૂર અન્યની લાશ મળી
  • ખેતરમાં ભૂંડોથી રક્ષણ માટે રાખેલ તારથી કરંટ લાગ્યાનું અનુમાન

સંખેડા તાલુકાના પીપળસટ ગામની સીમમાં ગૌશાળા નજીક ખેતરે ગયેલ પિતા-પુત્રનું કરંટ લાગતા મૃત્યુ થયા છે. જ્યારે ત્યારબાદ તેનાથી 500 મીટર દૂર વધુ એક યુવાનની લાશ તારમાં ફસાયેલા પગની સ્થિતીમાં મળતાં સંખેડા પોલીસ તપાસ અર્થે ખેતરે પહોંચી હતી. મોડી રાત્રે વીજ કંપનીના કર્મચારીઓ પણ પહોંચ્યા હતા.

સંખેડા તાલુકાના પીપળસટ ગામની સીમમાં ગૌશાળા નજીક આવેલા ખેતરમાં મોડી સાંજે બનેલા આ બનાવ અંગે પ્રાપ્ત થયેલી પ્રાથમિક વિગતો અનુસાર પીપળસટ ગામના બારિયા રાજુભાઇ હિંમતભાઈ (ઉ.વ.47) ઘરે સમયસર ન આવતા તેનો પુત્ર બારિયા સંજયભાઈ રાજુભાઇ તપાસ કરવા માટે ગયો હતો. પુત્ર સંજયભાઈ પણ ઘરે ન આવતા તેની તપાસ હાથ ધરાઈ હતી. સંજયની બાઈક ખેતરમાં જવાના રસ્તે દેખાતા ખેતરમાં તપાસ કરાઈ હતી. ખેતરમાં પિતા-પુત્ર મૃત હાલતમાં મળી આવ્યા હતા. આ બાબતે સંખેડા પોલીસને જાણ કરાઈ હતી. પોલીસ પણ તપાસ અર્થે દોડી આવી હતી. પોલીસની પ્રાથમિક તપાસમાં ખેતરમાં ઉભા પાકના ભૂંડોથી રક્ષણ માટે તારમાં કરંટ ઉતરેલ હતો. બાજુના ખેતરમાં આશરે 300 મીટર દૂર ઓરડી આવેલ છે. ઓરડીમાંથી વાયર બહાર કાઢી ઝાટકાના તાર સાથે બાંધેલ છે.

પોલીસે તપાસ હાથ ધરાતા ખેતરમાંથી વધુ એકનો મૃતદેહ મળ્યો
પીપરસટ નજીક ખેતરમાં છોડેલા વીજ કરંટ ને કારણે પિતા પુત્રના મૃત્યુ થયા હતા જેમના મૃતદેહોને લઈ ટ્રેક્ટર સંખેડા રેફરલ હોસ્પિટલમાં જવા રવાના થયું. ત્યાર બાદ પોલીસ દ્વારા ખેતરમાં વધુ તપાસ હાથ ધરાતા ખેતરમાંથી વધુ એક મૃતદેહ મળી આવ્યો હતો. આ મૃતદેહના પગ નીચે
કરંટવાળો વાયર હતો જેને કારણે તેનું મૃત્યુ થયું હોવાનું મનાઈ રહ્યું છે. આ મૃતદેહને લઈ જવા માટે ગયેલા ટ્રેકટરને ફરીથી જ્યાં આ અકસ્માતનો બનાવ બન્યો છે ત્યાં બોલાવવામાં આવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...