તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ક્રાઇમ:છોટાઉદેપુરના લેહવાંટથી ચોરાયેલી બાઈક ચાંદપુર પાસે મળતાં પોલીસને જાણ કરાઈ

સંખેડાએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • 8 સપ્ટેમ્બરે બાઈક ચોરી થતાં ફરિયાદ નોંધાવાઈ હતી
  • બાઈક સાથેના ઈસમને પકડી ચાંદપુર પોલીસ સ્ટેશને મોકલાયો

છોટાઉદેપુરના લેહવાટ ગામે રહેતા સુરેશભાઈ રાઠવા નોંધાવેલી ફરિયાદ મુજબ તેમની મોટરસાઇકલ તા. 8.9.2020 ના રોજ તેઓ પોતાના ઘર આંગણામાં લોક મારીને રાત્રિના જમી પરવારીને સુઈ ગયા હતા. બીજા દિવસે તારીખ 9. 9. 2020ના રોજ સવારના ઉઠીને જોતાં મોટરસાયકલ જોવામાં આવી નહોતી. જેથી આજુબાજુમાં તેમ જ ફળિયામાં તપાસ કરી હતી પણ મોટરસાયકલ મળી નહોતી.

આ મોટરસાયકલ તેમના ભાણેજને અલીરાજપુર કામ હોય ત્યાંથી પતાવીને ઘરે આવતાં રસ્તામાં ચાંદપુર બજારમાં તેમની મોટરસાઇકલ લઇ એક શખ્સ ઊભેલો જોવા મળ્યો હતો. જેથી તેણે ઘરે જાણ કરતાં અત્રેથી સૌ ચાંદપુર ગયા હતા અને મોટરસાયકલની ખરાઇ કરી હતી.જે બાદ ચાંદપુર પોલીસ સ્ટેશનમાં તેને લઈ જઈ જાણ કરતા ત્યાંની પોલીસ તેમની સાથે આવી અને મોટરસાયકલ સાથેના ઈસમને પકડી ચાંદપુર પોલીસ સ્ટેશનમાં મૂક્યો હતો. આ શખ્સનું નામ ગુડિયાભાઈ ઝીમલીયાભાઈ ભીલ રહે. ગુડા તા. કઠીવાડા હતું. આ શખ્સ વિરુદ્ધ સુરેશભાઈ ગુલ્યાભાઈ રાઠવાએ રંગપુર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.

અન્ય સમાચારો પણ છે...