તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ચકાસણી:ફોર વ્હીલ ચલાવતા રેશનકાર્ડ ધારકોને અપાતો અનાજનો જથ્થો બંધ કરાયો

સંખેડાએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • સંખેડા તાલુકામાં 150 રેશન કાર્ડની ચકાસણી બાદ યાદીમાંથી બાદ કરાયાં
  • 19 જેટલા સરકારી કર્મચારીઓને પણ યાદીમાંથી કાઢી નાખ્યાં

તાલુકામાં ફોર વ્હીલ કાર ધરાવતા કે ફોર વ્હીલથી વધુ વ્હીલ ધરાવતા વાહનના માલિક હોય એવા રેશનકાર્ડ ધારકો હોય તેમને અનાજનો પૂરવઠો જે સસ્તા અનાજની દુકાન મારફતે વાજબી ભાવે આપવામાં આવતો હતો. એવા સંખેડા તાલુકાના 150 જેટલા રેશનકાર્ડ ધારકોને અનાજનો પૂરવઠો બંધ કરવામાં આવ્યો.

સંખેડા મામલતદાર કે.પી. પંડવાળાએ આપેલી માહિતિ મુજબ 30 જુલાઈ સુધીમાં અન્ન સલામતી કાયદો હેઠળ અગ્રતા ધરાવતા કુટુંબોની યાદીમાંથી કમી કરવા માટે (RTO) તરફથી મેળવેલ અત્રેના તાલુકાની ગાડી અને ટ્રેક્ટર ધરાવતા વ્યક્તિઓની ચકાસણી કરતા 150 જેટલા રેશનકાર્ડ નંબર અગ્રતા ધરાવતા કુટુંબોની યાદીમાં સામેલ છે. સદર બાબતે ચર્ચા વિચારણા અંતે નેશનલ ફુડ સીક્યુરીટી એક્ટ-2013 અન્વયે અગ્રતા ધરાવતા કુટુંબોમાં જે કુંટુબ યાંત્રિક રીતે ચાલતુ ચાર પૈડાનું વાહન ઘરાવતા હોય તેમણે આ લાભ મળવાપાત્ર થતો નથી. જેથી 150 જેટલા આવા રેશનકાર્ડ ધારકોના કુટુંબમાં (ચાલતુ 4 પૈડાનું વાહન) હોવાથી તેઓને (NFSA to Non-NFSA)કમી કરવામાં આવ્યા છે.

આ ઉપરાંત તા. 28 જુલાઈ સુધીમાં અન્ન સલામતી કાયદો હેઠળ અગ્રતા ધરાવતા કુટુંબોની યાદીમાંથી કમી કરવા માટે તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી તરફથી મેળવેલ અત્રેના તાલુકાના શિક્ષકોની રેશનકાર્ડની ચકાસણી કરતા 19 જેટલા રેશનકાર્ડ બાબતે ચર્ચા વિચારણા અંતે નેશનલ ફુડ સીક્યુરીટી એક્ટ 2013 અન્વયે અગ્રતા ધરાવતા કુટુંબોમાં સરકારી કર્મચારીઓને લાભ મળવાપાત્ર થતો નથી જેથી 19 જેટલા આવા રેશનકાર્ડ ધારકોના કુટુંબમાં (સરકારી કર્મચારી શિક્ષકો) હોવાથી તેઓને (NFSA to Non-NFSA) કમી કરવામાં આવ્યા છે.

અન્ય સમાચારો પણ છે...