લોકોને લાભ:બહાદરપુર-ખેરવાડી વચ્ચેનો 14.70 કિમીનો રોડ 5.76 કરોડના ખર્ચે બનશે

સંખેડાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
બહાદરપુર-ખેરવાડી રોડનું ખાતમુહૂર્ત કરાયું હતું. - Divya Bhaskar
બહાદરપુર-ખેરવાડી રોડનું ખાતમુહૂર્ત કરાયું હતું.
  • આ રોડ બનવાથી 7થી વધારે ગામોના લોકોને લાભ થશે

સંખેડા તાલુકાના બહાદરપુરથી ખેરવાડી સુધીના માર્ગનું રિસર્ફેસિંગનું ખાતમુહૂર્ત સંખેડાના ધારાસભ્ય અભેસિંહ તડવીના હસ્તે ગોલાગામડી ખાતે કરવામાં આવ્યું હતું. રૂપિયા 5.76 કરોડના ખર્ચે બનશે.સંખેડા તાલુકાના બહાદરપુરથી ગોલાગામડી, ખેરવાડી સુધીનો માર્ગ ઘણા વર્ષો અગાઉ બન્યો હોય આ રસ્તા ઉપર ઠેર ઠેર ગાબડા પડ્યા હતા. વાહનચાલકોને મુશ્કેલીનો સામનો કરવો પડતો હતો. આ રોડ રિસર્ફેસિંગનું કામ મંજૂર થયું હતું. આ મંજૂર થયેલા કામનું આજે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું.

આ પ્રસંગે ગોલાગામડીના સરપંચ નિરવભાઈ તડવી, બહાદરપુર ગ્રામ પંચાયત સભ્ય ભૌમિકભાઈ દેસાઈ સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. આ રસ્તાનું રિસર્ફેસિંગ થવાથી બહાદરપુર ગોલાગામડી હરેશ્વર ગામ, હરેશ્વર વસાહત, કસુંબિયા, આનંદપુરા અને ખેરવાડી એવા ગામોને લાભ થશે. આ રસ્તો ડભોઇ બોડેલી સ્ટેટ હાઇવે અને વાઘોડિયા રૂસ્તમપુરા સ્ટેટ હાઈવેને જોડતો અત્યંત ઉપયોગી માર્ગ છે.

અન્ય સમાચારો પણ છે...