નોટિસ:PMAYના 125 લાભાર્થીઓએ પ્રથમ હપ્તો મળ્યા બાદ કામ શરૂ કર્યું નથી

સંખેડાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સંખેડા તાલુકામાં 34 લાભાર્થીને હજી પ્રથમ હપ્તાના નાણાં મળ્યાં નથી
  • કામગીરી શરૂ ન કરનારા લાભાર્થીઓને પંચાયત દ્વારા નોટિસ અપાઈ

સંખેડા તાલુકામાં 2 વર્ષમાં પ્રધાનમંત્રી આવાસ યોજનાના 17.88 ટકા લાભાર્થીઓએ આવાસ બનાવવા માટેના નાણાનો પહેલો હપતો મળ્યો હોવા છતાં હજી સુધી પાયો સુધ્ધા ખોદ્યો નથી. આવા લાભાર્થીઓને પંચાયત દ્વારા નોટીસ અપાઇ છે.કેન્દ્ર સરકાર ઘર વિહોણા તમામને આવાસ આપવા માટે કટીબધ્ધ છે. પ્રધાનમંત્રી આવાસ યોજનાએ સરકારની મહ્ત્વાકાંક્ષી યોજના છે. પણ આ યોજનામાં કેટલાક એવા પણ લાભાર્થીઓ છે. જેઓને આવાસ બનાવવા માટેના નાણાનો પહેલો 30 હજાર નો હપતો મળી ગયો હોવા છતાં હજી સુધી કામગીરી શરૂ કરી નથી.

જે પંચાયત તંત્ર માટે ચિંતાનો વિષય બનેલો છે. સંખેડા તાલુકા પંચાયત કચેરીના સૂત્રો દ્વારા પ્રાપ્ત વિગતો અનુસાર પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત લાભાર્થીને આવાસ બનાવવા માટે કુલ ~ 120000 3 હપતામાં આપવામાં આવે છે. જેમાં પહેલો હપ્તો ~ 30000 નો, બીજો હપ્તો ~ 50000નો અને ત્રીજો છેલ્લો હપ્તો ~40000 નો આપવામાં આવે છે. સંખેડા તાલુકામાં વર્ષ 2020-21 અને 2021-22ના કુલ 699 પ્રધાનમંત્રી આવાસ મંજુર થયા છે. જેમાં 125 જેટલા લાભાર્થી એવા છે જેમને આવાસ બનાવવા માટે પહેલા હપ્તાના ~ 30000 મળી ગયા છે. છતાં પણ આવાસનું કામ હજી શરૂ કર્યુ નથી.

34 લાભાર્થીને હજી પહેલો હપ્તો નથી અપાયો
સંખેડા તાલુકામાં પ્રધાનમંત્રી આવાસ યોજનાના 34 લાભાર્થીઓ એવા છે. જેમને હજી આવાસ બનાવવા માટે પહેલો હપતો પણ નથી અપાયો. આવાસ યોજનાના ટેબલેથી પ્રાપ્ત વિગતો મુજબ આવા લાભાર્થીઓના ફોર્મમાં કોઇને કોઇ ક્ષતી છે. જેથી પહેલો હપ્તો આપી શકાયો નથી. પંચાયત તંત્ર દ્વારા આવા લાભાર્થીઓના ફોર્મમાં જે ક્ષતી હોય તે દૂર કરવામાં મદદરૂપ બને તો શક્ય એટલી ત્વરાથી ક્ષતી દૂર થાય અને લાભાર્થીને જલ્દીથી લાભ મળી શકે.

હપ્તો મળ્યા બાદ પણ કામ ન કરનારને નોટિસ અપાશે, છતાં કામ ન કરે તો રિકવરી કરાશે
સંખેડા તાલુકામાં 2 વર્ષમાં કુલ 699 પ્રધાનમંત્રી આવાસ મંજુર થયેલા છે. જેમાંથી આશરે 125 એવા લાભાર્થી છે જેમને આવાસ બનાવવા માટે પહેલો હપતો અપાઇ ગયો છે. છતા પણ આવાસ બનાવવા માટે કોઇ કામગીરી શરૂ કરી નથી. આવા લાભાર્થીઓને 3 વખત નોટીસ આપવામાં આવશે. અને તેમ છતાં કામગીરી શરૂ નહીં કરે તો પછી તેમની પાસેથી હપતાના અપાયેલા રૂા. 30000 ની રિકવરી કરવામાં આવશે. > પૂનમભાઇ રાઠવા, વિસ્તરણ અધિકારી, પ્રધાનમંત્રી આવાસ યોજના, સંખેડા

અન્ય સમાચારો પણ છે...