રસીકરણ:સંખેડા તાલુકામાં ટીટેનસ અને ડિપ્થેરિયાની રસી મૂકવાની શરૂ

સંખેડા5 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • શાળાએ જતાં-ન જતાં બાળકોને રસી મૂકવામાં આવી છે
  • 10 વર્ષના 347 અને 16 વર્ષના 99 બાળકોને વેક્સિન મૂકાઈ

સંખેડા તાલુકામાં શાળામાં અભ્યાસ કરતા 10 અને 16 વર્ષના બાળકોને રસી મુકવાનો કાર્યક્રમ તા.1લી ઓગસ્ટથી શરૂ થયો છે. આરોગ્ય અધિકારી ડૉ.વૈશાલીબેન પરમારે જણાવ્યું હતું કે,‘‘બાળકો શાળાએ જતા હોય કે ન જતા હોય એવા આ બાળકોને ટીટેનસ અને ડીપ્થેરિયાની રસી મુકાય છે. 1350 બાળકો 10 વર્ષના અને 639 બાળકો 16 વર્ષના બાળકોને રસી મુકાશે. 3 દિવસમાં 10 વર્ષના 347 બાળકો અને 16 વર્ષના 99 બાળકોને ટીટેનસ અને ડીપ્થેરિયાની રસી મુકાઇ છે’.

અન્ય સમાચારો પણ છે...