અકસ્માત:સંખેડાના લોટીયા-પાનિયા વચ્ચે ટેમ્પોનો અકસ્માત

સંખેડા25 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ટેમ્પો મધ્યપ્રદેશથી વડોદરા તરફ જઈ રહ્યો હતો
  • ટેમ્પો ચાલક ઘવાતા સારવાર માટે વડોદરા ખસેડાયો

મધ્યપ્રદેશથી વડોદરા તરફ જતા ટેમ્પોને સંખેડા તાલુકાના લોટીયા અને પાનિયા વચ્ચે અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં ટેમ્પોનો ચાલક ઘવાયો હોવાથી તેને વધુ સારવાર અર્થે વડોદરા ખસેડાયો હતો. રાજસ્થાન ભીલવાડા જિલ્લાના ગુજ્જર કિશનલાલ મધ્યપ્રદેશથી આઇસર ટેમ્પો લઈ વડોદરા તરફ જતા સંખેડા તાલુકાના લોટીયા ચોકડી પાસે પાણિયા ગામના બસ સ્ટેન્ડ નજીક કોઈક અજાણી ટ્રક દ્વારા ઓવરટેક કરી આગળ આવી અચાનક બ્રેક મારતા પાછળથી આવેલ આઇસર ટેમ્પોના ડ્રાઇવર ગુજ્જર કિશનલાલ દ્વારા આગળ ચાલતી ટ્રકની પાછળના ભાગમાં ટેમ્પો ભટકાતા રાજસ્થાનના ગુજ્જર કિશનલાલ તેમની ઉંમર 28 વર્ષને અકસ્માત થતા બંને પગમાં ઇજા પહોંચી હતી.

જેથી 108 તેને મારફતે સંખેડા રેફરલ હોસ્પિટલ ખાતે તાત્કાલિક સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. પરંતુ સંખેડા સારવાર દરમિયાન જમણા પગમાં ફેક્ચર હોવાના કારણે ગુજ્જર કિશનલાલને સંખેડાથી વડોદરા એસ.એસ.જી. હોસ્પિટલમાં રીફર કરાયો હતો.

અન્ય સમાચારો પણ છે...