તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ધરપકડ:ચંપાવતી અને અલ્હાદપુરા પાસેથી લાકડા ભરેલો ટેમ્પો, ટ્રેક્ટર ઝડપાયું

સંખેડા3 મહિનો પહેલા
  • કૉપી લિંક
જંગલખાતાએ લાકડાના જથ્થા સાથે ઝડપી પાડેલા વાહનો તસવીરમાં જણાય છે. - Divya Bhaskar
જંગલખાતાએ લાકડાના જથ્થા સાથે ઝડપી પાડેલા વાહનો તસવીરમાં જણાય છે.
  • કોના ઈશારે લાકડા કપાયા એ બાબતે જંગલખાતા દ્વારા તપાસ હાથ ધરાઈ
  • સરકારી જગ્યામાંથી પણ લીલાછમ નીલગીરીના વૃક્ષો કાપી નાંખવામાં આવ્યાં

બોડેલી નજીક ચંપાવતી પાસેથી નિકગીરીના લાકડા ભરેલો એક ટેમ્પો અને અલ્હાદપુરા નજીકથી લાકડા ભરેલું એક ટ્રેકટર જંગલખાતાએ ઝડપી કાઢી વધુ તપાસ હાથ ધરી છે. લાકડા સરકારી જગ્યામાંથી કપાયા હતા. કોના ઇશારે સરકારી જગ્યામાંથી વૃક્ષો કપાયા એ બાબતે જંગલખાતાએ દ્વારા તપાસ હાથ ધરાઈ છે.

આ અંગે વધુ માહિતી આપતા એ.સી.એફ.ધવલ ગઢવીએ જણાવ્યું હતું કે, “બાતમી આધારે અમે વોચમાં હતા. ત્યારે લાકડા ભરેલો ટેમ્પો સેવાસદન નજીકની કેનાલ પાસેથી નીકળ્યો એટલે તેનો પીછો કર્યો હતો. જોકે ટેમ્પો ચાલકને ગંધ આવી જતા તેણે ટેમ્પો બોડેલીમાંથી લઈને નીકળી ચંપાવતી તરફ ભાગ્યો હતો. જોકે સામેથી બીજી ટીમ આવતા તેણે આ ટેમ્પાને ઝડપી કાઢ્યો હતો. આ ટેમ્પા ચાલકની પૂછપરછ કરતા તેણે જણાવ્યું હતું કે આ લાકડા તે બાંગાપુર નજીકથી કાપી લાવ્યો છે.

આ બાદ અલ્હાદપુરા ડેરી નજીકથી પણ નિલગીરીના લાકડા કાપેલ ટ્રેકટર ઝડપી કાઢવામાં આવ્યું હતું. આ જે લાકડા કાપેલા હતા. એ સરકારી જગ્યામાંથી કાપેલા હતા. આ બાબતે વધુ તપાસ સામાજીક વનીકરણ રેન્જ સંખેડા અને વડોદરાને વધુ તપાસ સોંપવામાં આવેલી છે.’

આ બાબતે સંખેડા આર.એફ.ઓ.એન.ટી.બારીયાએ જણાવ્યું હતું કે, “ટેમ્પો અને ટ્રેકટર બંન્ને નિલગીરીના લાકડા ભરેલા ઝડપાયા છે. એ અંગેની તપાસ હાલમાં ચાલી રહી છે. હજી અમારી પાસે કાગળો આવ્યા નથી. જેથી તપાસ બાદ ખબર પડે કે કોણે આ લાકડા કપાવ્યા છે. અને કેટલા રૂપિયાનો મુદ્દામાલ છે.’

બાંગાપુરાથી કોઈ મોટા માથાના ઇશારે વૃક્ષ કપાયાની પણ શંકા
બાંગાપુરા નજીકથી કપાયેલા નિલગીરીના વૃક્ષ રસ્તાની સાઈડ પરના સરકારી વૃક્ષ હતા.આવા સરકારી વૃક્ષ કોઈ સામાન્ય માણસો કાપવાની હિંમત કરે નહી.જેથી કોઈ મોટા માથા કે પછી કોઈ જંગલખાતાના કર્મચારીની સંડોવણી હોવાની પણ ચર્ચા ઉભી થયેલી હતી.

સંખેડા તાલુકામાં બેફામ વૃક્ષ છેદન ચાલતું હોવાની વ્યાપક ચર્ચા
સંખેડા તાલુકાના ભાટપુર-કાણાંકુવા રોડ પરથી પણ થોડા સમય અગાઉ રસ્તાની સાઈડ પરના લીલાછમ વૃક્ષો ધોળા દિવસે કપાઈ ગયા હતા. જે અંગે નો અહેવાલ પ્રસિદ્ધ કરાયો હતો. ઉપરાંત સંખેડા તાલુકાના ખંડુંપુરા અને શેરપુરા રોડ ઉપરથી તેમજ આસપાસ જમીનમાંથી પણ મોટા પ્રમાણમાં લીલા વૃક્ષો કપાયા હતા. જેથી સંખેડા તાલુકામાં બેફામ વૃક્ષ છેદન ચાલતું હોવાની પણ વ્યાપક ચર્ચા ઉભી થયેલી છે.

અન્ય સમાચારો પણ છે...