તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કામગીરી:સંખેડામાં વરસાદથી ઘરોને થયેલા નુકસાનીનો સર્વે શરૂ

સંખેડા11 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • માંજરોલ, માલપુર અને ખૂનવાડમાં વધુ નુકસાન
  • 50 જેટલા કાચા-પાકા મકાનોની છતને નુકસાન

સંખેડા તાલુકાના માંજરોલ, માલપુર અને ખૂનવાડ ગામે શુક્રવારે રાત્રે ફૂંકાયેલા પવન અને વરસાદને કારણે મકાનોને થયેલા નુકસાનનો સર્વે હાથ ધરવામાં આવેલો છે. જે મુજબ નુકસાન હશે એ મુજબ સરકારની ગાઈડલાઈન મુજબ વળતર ચૂકવાય એવી શક્યતા છે. ત્રણ ગામમાં થઈને 50 જેટલા કાચા-પાકા મકાનોના છાપરા(છત)ને નુકસાન થયું છે.

તાલુકામાં શુક્રવારે રાત્રે ફૂંકાયેલા પવન અને વરસાદને કારણે ત્રણ ગામોમાં નુકસાન થયું હોવા બાબતેનો સર્વે તાલુકા પંચાયત દ્વારા કરવામાં આવી રહ્યો છે. જેમાં તાલુકા પંચાયત અને મામલતાદાર કચેરીના કર્મચારીઓ સયુંક્ત રીતે ગામોમાં સર્વે કરી રહ્યા છે.

સર્વે બાબતે સૂત્રો દ્વારા પ્રાપ્ત વિગતો અનુસાર માંજરોલ ગામે 24 ઘર, માલપુર ગામે 23 ઘર છે અને ખૂનવાડ ગામે 3 ઘર છે. જેની છત કે છાપરા ઉડી ગયા છે. કાચા અને પાકા મકાનને થયેલા નુકસાન બાબતે સર્વેની કામગીરી હાથ ધરાઈ છે. એનો અહેવાલ આવ્યા બાદ તંત્ર દ્વારા સરકારની ગાઇડલાઈન મુજબ જે પ્રમાણે કાચા અને પાકા મકાનને નુકસાન મુજબ વળતર ચૂકવાશે એમ પણ સૂત્રોએ જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...