તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ખેડૂતોનો આક્ષેપ:કાશીપુરા ગામની સીમમાં એક માસથી તૂટેલી કેનાલમાં પાણી છોડાતાં ખેડૂતોમાં આશ્ચર્ય

સંખેડા14 દિવસ પહેલા
 • કૉપી લિંક
કાશીપુરા માઇનોર કેનાલમાં ભંગાણ,10 ફૂટનું ગાબડું પડ્યું છે. - Divya Bhaskar
કાશીપુરા માઇનોર કેનાલમાં ભંગાણ,10 ફૂટનું ગાબડું પડ્યું છે.
 • માઇનોર કેનાલમાં આશરે દશેક ફૂટ જેટલા લાંબા ભંગાણનું સમારકામ થયું નથી
 • સિંચાઈ માટે પાણીની જરૂર હતી ત્યારે પાણી ન છોડ્યાનો ખેડૂતોનો આક્ષેપ

સંખેડા તાલુકાના કાશીપુરા ગામની સીમમાંથી પસાર થતી નર્મદાની માઇનોર કેનાલમાં એક મહિનાથી 10 ફુટ લાંબુ ગાબડું હતું. તેનું સમારકામ થયું નથી અને આ કેનાલમાં પાણી છોડાયું, પાણીનો વેડફાટ થયો. સ્થાનિક મંડળીના પ્રમુખનું ધ્યાન દોરીને કેનાલમાં પાણી બંધ કરાયું. જ્યારે પાણીની જરૂર હતી. ત્યારે કેનાલમાં પાણી ન છોડાયું અને હવે જરૂર નથી. ત્યારે પાણી કેનાલમાં છોડાયું અને તે પણ જે કેનાલમાં ભંગાણ છે. એવો આક્ષેપ ખેડૂતો દ્વારા કરાઈ રહ્યો છે.

સંખેડા તાલુકાના મેવાસ વિસ્તારમાં આવેલા કાશીપુરા ગામની સીમમાંથી નર્મદાની માઇનોર કેનાલ પસાર થાય છે. એમાં ભંગાણ હોવા છતા છોડાયેલા પાણી સંદર્ભે સ્થાનિક આગેવાન પરસોત્તમભાઈ બારીયાએ જણાવ્યું હતું કે, ~જ્યારે ખેડૂતોને ખેતીની સિંચાઈ માટે પાણીની જરૂર હતી. ત્યારે આ કેનાલમાં પાણી આવ્યું નહોતું. એક મહિનાથી કેનાલમાં આશરે 10 ફૂટનું ગાબડું પડેલું હતું. આ ગાબડાનું સમારકામ તંત્ર દ્વારા કરવામાં આવ્યું જ નહોતું. પણ શનિવારે આ કેનાલમાં સવારે અચાનક જ પાણી આવ્યું હતું.

જેને લઈને આશ્ચર્યની લાગણી ફેલાઇ હતી.કેનાલમાં 10 ફૂટ જેટલું લાંબુ ભંગાણ હતું.એનું સમારકામ થયા વિના જ પાણી છોડી દેવામાં આવ્યું છે. આ પાણીનો વેડફાટ થવા લાગતા આ કેનાલની મંડળીના પ્રમુખને જાણ કરાઈ હતી. જે બાદ પાણી બંધ થયું હતું.’ પાણીની ખેડૂતોને જરૂર હતી ત્યારે પાણી આપવા બાબતે તંત્ર બેદરકાર હતું. પણ હવે જ્યારે પાણીની જરૂર નથી ત્યારે કેનાલમાં પાણી છોડી દેવાયું છે. નર્મદા કેનાલના અધિકારીઓની લાપરવાહી સામે આવી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય આકરી મહેનત અને પરીક્ષાનો છે. પરંતુ બદલાતા પરિવેશના કારણે તમે જે નીતિઓ બનાવી છે તેમાં સફળતા ચોક્કસ મળી શકશે. થોડો સમય આત્મ કેન્દ્રિત થઇને વિચારોમાં લગાવો, તમને તમારા અનેક સવાલોનો જવાબ મળી...

  વધુ વાંચો