કામગીરી:અંધશ્રદ્ધા દૂર કરાવી કુપોષિત બાળકને સારવાર અપાવાઈ

સંખેડા18 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • છોટાઉદેપુર અભયમ 181 મહિલા હેલ્પ લાઇને પરિવાર સાથે અસરકારક કાઉન્સિલિંગ કર્યું
  • સારવારની​​​​​​​ અગત્યતા વિષે માર્ગદર્શન આપતાં પરિવાર હોસ્પિટલમાં સારવાર લેવા માટે સંમત થયો

છોટાઉદેપુર પાસેના ગામનો પરિવાર અંધશ્રધ્ધાને કારણે પોતાનાં બાળકની સારવાર કરવતા નહિ. જેથી પરિવારને બાળકની સારવાર કરાવવા માટે અભયમ 181 મહિલા હેલ્પ લાઈન દ્વારા અસરકારક કાઉન્સિલિંગ દ્વારા સારવારની અગત્યતા વિષે માર્ગદર્શન આપતાં પરિવાર હોસ્પિટલમા સારવાર લેવાં માટે સંમત કર્યાં હતાં. મળતી માહિતી મુજબ પરિવાર અંધશ્રદ્ધા હોવાના કરણે દોઢ વર્ષની કુપોષિત બાળકીની સારવાર કરાવતાના હતા. જેથી આંગણવાડી કાર્યકર, આશાવર્કર અને ફિમેલ હેલ્થ વર્કર દ્વારા છેલ્લાં ચાર, પાંચ મહિના પહેલાથી સમજાવતા હતા.

પણ તેઓ સમજવા તૈયાર ના હતા. અને બાળકીને હોસ્પિટલ લઇ જતા ન હતા અને બીજી કોઇ સારવાર કરાવવા દેતા ન હતા. જેથી કાર્યકર દ્વાર 181 મહિલા હેલ્પ લાઇનની મદદ લીધેલ. બાળકીના મતા-પિતાનું કાઉન્સિલિંગ કરવામાં આવ્યું અને તેમને સમજાવવામાં આવ્યા કે તમારી તમારી બાળકી કુપોષિતની બિમારીથી પીડાય છે. એને માતાજી કે દોરા ધાગા નહીં પણ એને હોસ્પિટલ દ્વારા સારી સારવાર અને દવાની જરુર છે.

જેથી તમારું બાળક સારુ થઇ શકે. તેમજ હોસ્પિટલમા લઈ 14 દિવસના કોર્ષ દરમ્યાન તેમની મફત સારવાર, રહેવા અને જમવાનું પણ ત્યાંથી મફત મળશે. તેમજ 100 રૂપિયા દિવસ પેટે મળશે. તેમજ બાળકના ભવિષ્યનું વિચારી બાળકીને પાછળથી કાઈ થઈ ના જાય એ બાબતે સમજાવવામાં આવ્યા. તેમનું લાંબા ગાળાનું કાઉન્સિલિંગ કરતા તેઓ સમજી ગયા અને બાળકીની સારવાર માટે તૈયાર થતા તરત હોસ્પિતલ મોકલવામાં આવ્યા હતા.

આરોગ્ય કાર્યકરે જણાવ્યું કે ગામમાં એવી ધાત્રી અને સગર્ભા માતાઓ છે. જે નિયમોનુસાર સારવાર લેવાનું ટાળે છે. જેથી તેઓને ભેગા કરી અભયમ ટીમ દ્વારા તેઓને નવજાત બાળકની કાળજી અને માતા આરોગ્ય વિષે વિસ્તારથી સમજ આપવામાં આવી હતી અને સરકારી યોજનાઓ જે કિશોરીઓ, સગર્ભા માતાઓ અને ધાત્રી માતાઓને આરોગ્ય વિષયક સેવાઓની સમજ પૂરી પાડી હતી.

સુવાવડ સરકારી હોસ્પીટલમા કરાવવી, જરૂર પડે તો વિનામૂલ્યે 108ની સેવા, ખિલખિલાટ વાનનો ઉપયોગ કરવા માહિતગાર કર્યા હતાં અને ઉપસ્થિત મહિલાઓ અને કિશોરીઓને આ સેવાઓનો લાભ મેળવી લાબા ગાળા સુધી તંદુરસ્ત જીવન જીવવા પ્રેરણા આપી હતી અને હવે પછી દરેક મહિલાઓ પોતાનાં કુપોષિત બાળકોને, પ્રેગ્નેટ મધરને સલામત આરોગ્ય સેવાઓનો લાભ લેશે તેવી ખાતરી મેળવી હતી.

અન્ય સમાચારો પણ છે...