નવીન પ્રકારની માછલી:બહાદરપુર પાસે ઓરસંગ નદીના પટમાંથી સકર માઉથ કેટફિશ મળી

સંખેડા19 દિવસ પહેલા
  • કૉપી લિંક
સંખેડાના બહાદરપુર પાસે ઓરસંગમાંથી સકર માઉથ કેટફિશ મળી હતી. - Divya Bhaskar
સંખેડાના બહાદરપુર પાસે ઓરસંગમાંથી સકર માઉથ કેટફિશ મળી હતી.
  • માછીમારે નાખેલી જાળમાં અન્ય માછલીઓ સાથે પકડાઈ
  • વોટર ઇકોસિસ્ટમ​​​​​​​ માટે માંસાહારી માછલી જોખમી હોવાનો મત

સંખેડા તાલુકાના બહાદરપુર ગામ પાસેથી પસાર થતી ઓરસંગ નદીના પટમાંથી સકર માઉથ કેટફિશના દેખાવ જેવી માછલી મળી આવી છે. માછીમાર પોતાના ઘરે આ માછલી લઈ ગયો હતો. સંખેડા તાલુકાના બહાદરપુર ગામના માછીમારીનું કામ કરતા નટવરભાઈ ભોઈએ જણાવ્યું હતું કે, તેઓ બપોરે બહાદુરપુર ગામ પાસે આવેલી ઓરસંગ નદીના પટમાં માછલીઓ પકડવા માટે ગયા હતા. તેમણે જાળ નાખી હતી. જેમાં બીજી માછલીઓ સાથે આ એક માછલી પકડાઇ હતી. ઓરસંગ નદીમાંથી મળતી વિવિધ પ્રકારની માછલીઓ કરતાં આ જુદા જ પ્રકારની માછલી દેખાઈ હતી.

જેથી આ માછલીને પાળવા માટે તે પોતાના ઘરે લઇ ગયા હતા અને પોતાના ઘરે આ માછલીને રાખી હતી. જોકે આ માછલીનો દેખાવ બિહામણો લાગતાં તેમને ઘરે રહેલી દીકરીએ આ માછલી ઘરે રાખવાની ના પાડી હતી. જેથી તેમણે અન્ય એક વ્યક્તિને આ માછલી આપી હતી. જેણે પોતાના ઘરે નાનકડી પાણીની ટાંકીમાં માછલી રાખી છે.

નટવરભાઈ ભોઇની જાળમાં આ નવીન પ્રકારની માછલી પકડાઈ હોવાની જાણ થતાં અન્ય લોકો પણ જોવા આવ્યા હતા. જેમાં ભાજપ એનિમલના સચિન પંડિત પણ પહોંચ્યા હતા. આ બાબતે તેમણે જણાવ્યું હતું કે, આ માછલી સકર માઉથ કેટફિશ છે. જે અહીંયાં ઓરસંગ નદીમાં કેવી રીતે આવી એ તપાસનો વિષય છે. આ માછલી અન્ય નદીમાં પણ જોવા મળી છે. આ માછલી માંસાહારી હોય છે અને ઈકોસિસ્ટમ માટે જોખમ પણ છે.

અન્ય સમાચારો પણ છે...