સમસ્યા:બહાદરપુર આઉટ પોસ્ટના કર્મચારીઓના જર્જરિત ક્વાર્ટર બનાવવા રજૂઆત

સંખેડા5 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • વર્ષોથી રજૂઆત થવા છતાં કાર્યવાહી થતી નથી
  • ક્વાર્ટર લાંબા સમયથી બિસમાર હાલતમાં છે

સંખેડા તાલુકાના બહાદરપુર આઉટ પોસ્ટ પોલીસ સ્ટેશનના કર્મચારીઓને રહેવા માટેના ક્વાર્ટર વર્ષોથી જર્જરીત હાલતમાં છે. અવાર-નવાર આ કવાર્ટર નવા બનાવવા માટેની માંગ લોકદરબાર યોજાય છે. ત્યારે ઉઠે છે પણ આ દિશામાં કોઇ નક્કર કાર્યવાહી થતી નથી.

સંખેડા તાલુકાના બહાદરપુર ખાતે આઉટ પોસ્ટ પોલીસ સ્ટેશન આવેલું છે. અત્રે ફરજ બજાવતા પોલીસ કર્મચારીઓને રહેવા માટેના ક્વાર્ટર લાંબા સમયથી બિસ્માર હાલતમાં છે. ક્વાર્ટર બિસ્માર હાલતમાં હોવાના કારણે કર્મચારીઓને રહેવાને સમસ્યા રહે છે. જે એકાદ રૂમ થોડી સારી છે.તેમાં હોમગાર્ડ માટેની ઓફિસ ચાલે છે. જ્યારે બાકીની જર્જરીત રૂમ બંધ હાલતમાં છે. તેને તાળા મારેલા છે.જ્યારે બે રૂમ જર્જરીત છે, તેમાં ક્યારેક મુદ્દામાલ મુકવામાં આવે છે. તેની ઉપરની છતના પણ ઠેકાણા નથી.જેથી અહિયા આઉટ પોસ્ટના કર્મચારીઓને સંખેડા રહેવું પડે કાંતો બહાદરપુર ગામમાં રહેવું પડે છે.

બહાદરપુર ગામે જ્યારે જ્યારે લોકદરબાર યોજાય છે ત્યારે ત્યારે સ્થાનિકો દ્વારા અત્રેના આઉટ પોસ્ટ પોલીસ સ્ટેશનના કર્મચારીઓના ક્વાર્ટર નવા બનાવવા માટેની માગ કરાય છે. વર્ષોથી રજૂઆત થવા છતાં પણ આ બાબતે કોઇ કાર્યવાહી થતી નથી.

અન્ય સમાચારો પણ છે...