રજૂઆત:‘ધો.4 સુધીના વિદ્યાર્થીઓને બારાખડી કે 1થી 100 નથી આવડતા, શિક્ષકને કાઢો’

સંખેડાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • માંજરોલ પ્રા. શાળામાં શિક્ષકો બરાબર ભણાવતા ન હોઇ વાલીઓની DPEOને રજૂઆત
  • SMCના વિવાદોના લીધે પણ શિક્ષકની બદલી કરવા લેખિત રજૂઆત કરાઇ

સંખેડા તાલુકાની માંજરોલ પ્રાથમિક શાળાના શિક્ષકો વિદ્યાર્થીઓને બરાબર ભણાવતા ન હોવા બાબતેની લેખિત રજૂઆત સ્થાનિક કેટલાક રહિશો દ્વારા જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીને કરાઇ છે. અરજી મુજબ ધોરણ 1થી 4ના બાળકોને બારખડી કે 1થી 100 સુધીના અંકો પણ આવડતા નથી. એસ.એમ.સી.ના પણ પ્રશ્ન છે.

આ બાબતે તાત્કાલીક શિક્ષકોની બદલી કરવા રજૂઆત કરાઇ છે.સંખેડા તાલુકામાં આવેલ કાળી તલાવડી પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓના મધ્યાહન ભોજનના નાણાં બાબતે ત્યાંના તત્કાલીન શિક્ષક સુનિલ ઠાકરનો ભોગ લેવાયા બાદ હવે કાળી તલાવડીથી નજીક આવેલી અમલપુર માંજરોલ પ્રાથમિક શાળાના શિક્ષકો વિરુદ્ધ વિદ્યાર્થીઓના વાલીઓ દ્વારા જિલ્લા પ્રાથમિક શિક્ષણધિકારીને છોટાઉદેપુર જઇને લેખિત રજૂઆત કરાતા ખળભળાટ મચી ગયો છે.

વિદ્યાર્થીઓના વાલીઓ દ્વારા જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી એસ.એલ.પવારને કરાયેલી લેખિત રજૂઆત મુજબ શાળામાં અભાયસમાં (શિક્ષણ)બાબતે શિક્ષકો દ્વારા બાળકોને ભણાવવામાં આવતા નથી. હાલમાં ધોરણ 1થી 4ના બાળકોને બારખડી અને 1થી 100 સુધીના અંકો પણ આવડતા નથી. શિક્ષકો દ્વારા વિદ્યાર્થીઓને ભણાવવામાં આવતા નથી. યોગ્ય રીતે બાળકોને શિક્ષણ આપવામાં આવે તેમજ એસ.એમ.સી.15મી ઓગસ્ટે બનાવવામાં આવી હતી. ત્યાર બાદ ફરીથી એસ.એમ.સી.બનાવી.એસ.એમ.સી.ના અધ્યક્ષ શાળાને લગતા કામો માટે સ્થાનિક કડીયાની કામ બાબતે વાત કરી છતાં મુખ્યશિક્ષક નાતીભાઇને કામ સોંપેલું.

SMCવાળાને હિસાબ પણ આપતો નથી
જ્યારે એસ.એમ.સી.વાળા હિસાબ માગવા જાય ત્યારે મૌખિક હિસાબ આપે છે. લેખિત હિસાબ આપતા નથી. દરેક વાલીઓ તાત્કાલીક બદલી થાય એવી માગ કરી છે. - ભીખાભાઇ સોમાભાઇ તડવી, અમલપુર ,માંજરોલ

અન્ય સમાચારો પણ છે...