ભાસ્કર વિશેષ:સંખેડામાં મતદાન જાગૃતિ અંગે શેરીનાટક

સંખેડા3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ભાથુજી મહારાજના મંદિરે અને પારેખ હાઇસ્કૂલમાં નાટક ભજવાયું
  • ચૂંટણી પ્રક્રિયાની સમજ આપવા કાર્યક્રમનું આયોજન કરાયું

સંખેડા ખાતે ભાથુજી મહારાજના મંદિરે અને પારેખ હાઈસ્કૂલના મેદાનમાં ગુજરાત વિધાનસભાની સામાન્ય ચૂંટણીને અનુલક્ષીને મતદાન જાગૃતિ અંગે શેરીનાટક યોજવામાં આવ્યું હતું. આગામી તા.5 ડિસેમ્બરના રોજ યોજાનારા બીજા તબક્કાના મતદાન દરમિયાન સંખેડા વિધાનસભાનું પણ મતદાન યોજાનાર છે. જિલ્લા ચૂંટણીતંત્ર દ્વારા વિધાનસભાની ચૂંટણીમાં વધુમાં વધુ મતદાન થાય એ માટે ભરપૂર પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.

લોકશાહીના મહાપર્વ એવી ગુજરાત વિધાનસભાની સામાન્ય ચૂંટણીમાં જિલ્લાના મતદારો પોતાના પ્રતિનિધિઓ પસંદ કરવા માટે ઉત્સાહપૂર્વક મતદાન કરે એ માટે પ્રોત્સાહિત કરવા તેમજ ચૂંટણી પ્રક્રિયાની સમજ આપવા માટેના ભાગરૂપે છોટાઉદેપુર ખાતે ઝંડાચોકમાં શેરીનાટક યોજવામાં આવ્યું હતું. વિધાનસભાની સામાન્ય ચૂંટણી અંગે સંખેડા વિધાનસભા મતદાતાઓમાં જાગૃતિ આવે તેમજ વધુમાં વધુ મતદાન થાય એ માટે શેરી નાટકોનું આયોજન કરવામાં આવ્યું છે. જિલ્લામાં આવેલા બસ સ્ટેશન, રેલવે સ્ટેશન, હાટ, કોલેજો સહિતની જગ્યાઓએ શેરીનાટક દ્વારા મતદાન જાગૃતિ અંગે પ્રચાર પ્રસાર કરવામાં આવી રહ્યો છે.

અન્ય સમાચારો પણ છે...