પ્રારંભ:23 મહિના બાદ છોટાઉદેપુર ટ્રેનનો પ્રારંભ, પ્રથમ દિવસે માત્ર 25 ટિકિટો વેચાઈ, 2340ની આવક થઈ

સંખેડા6 મહિનો પહેલા
  • કૉપી લિંક
બે વર્ષે બોડેલી આવેલી ટ્રેનમાં બેસવા માટે પ્રથમ દિવસે માત્ર પાંચ જ ટિકિટ નીકળી હતી. - Divya Bhaskar
બે વર્ષે બોડેલી આવેલી ટ્રેનમાં બેસવા માટે પ્રથમ દિવસે માત્ર પાંચ જ ટિકિટ નીકળી હતી.
  • છોટાઉદેપુરથી પ્રતાપનગર ટ્રેનનું ભાડું 50₹ અને મેટ્રોલિંક બસનું ભાડું 49
  • રેલવે દ્વારા લોકલ ટ્રેન ચલાવી,મેલનું ભાડું વસૂલાતાં મુસાફર આલમમાં વ્યાપક રોષ

છોટાઉદેપુર-પ્રતાપનગર વચ્ચે સાંજે ઉપડેલી એક માત્ર ટ્રીપમાં માત્ર 25 જ ટિકિટ વેચાઈ હતી. રૂપિયા 2340ની રેલવેને આવક થઈ હતી. એસટી બસના ભાડાની સરખામણીમાં રેલવેનું છોટાઉદેપુરથી વડોદરા સુધીનું ભાડું વધારે લાગતું હોવાની ચર્ચા થઈ રહી છે. છોટાઉદેપુરથી પ્રતાપનગર સુધીનું ભાડું 50 ₹ છે તેની સામે એસટીની મેટ્રો લિંક બસનું પ્રતાપનગર સુધીનું ભાડું 49₹ છે.

છોટાઉદેપુરથી પ્રતાપનગર વડોદરા સુધીની ટ્રેન સોમવારથી શરૂ થઈ છે. જેમાં દિવસ દરમિયાન માત્ર એક જ ટાઈમ થઈ છે. મંગળવારથી 2 ટ્રીપ શરૂ થશે. છોટાઉદેપુરથી પ્રતાપનગર સાંજે ઉપડેલી ટ્રેનમાં માત્ર 25 ટિકિટો વેચાઈ હતી જેના થકી 2340 રૂપિયાની આવક રેલવે તંત્રને થઈ હતી. 7 ડબ્બાની ટ્રેનમાં માત્ર 25 જ ટિકિટ વેચાઈ હતી જે અત્યંત જ ઓછી ગણી શકાય એટલી જ ટિકિટ વેચાઈ છે.

રેલવેનું છોટાઉદેપુર-પ્રતાપનગર વચ્ચેનું ભાડું અગાઉ માત્ર 25₹ જ હતું. જે વધીને હવે 50₹ થયું છે. સીધું જ ભાડું ડબલ થયું છે. લોકલ ટ્રેન હોવા છંતા પણ મેલ ટ્રેનનું ભાડું રેલવે તંત્ર દ્વારા વસૂલાતા મુસાફરોમાં પણ વ્યાપક રોષની લાગણી ફેલાઇ છે. છોટાઉદેપુરથી વડોદરા સુધીનું રેલવે ભાડાની સરખામણીમાં મેટ્રો લિંક બસનું ભાડું ઓછું છે. છોટાઉદેપુરથી સોમાતળાવ સુધીનું ભાડું 49₹ છે. પ્રતાપનગરના 49₹ છે. કીર્તિસ્તંભ અને વડોદરા ડેપો સુધીનું ભાડું 55-55₹ છે.

છોટાઉદેપુરથી પ્રતાપનગર ટ્રેનમાં જતા મુસાફરને મોટાભાગે શહેરમાં જવા માટે રિક્ષા ભાડે કરવી પડે છે. પણ મેટ્રો લિંક એસટી બસમાં જાય તો શહેરમાં ચાર જુદી જુદી જગ્યાએ ઉતરી શકે અને ઓછા અન્ય મુસાફરી ખર્ચમાં કામ અર્થે શહેરમાં જઇ શકે. સોમવારે સાંજે પ્રતાપનગરથી ટ્રેન સાંજે છોટાઉદેપુર આવ્યા બાદ મંગળવારથી ટ્રેનની બે ટ્રીપ શરૂ થશે.

બે વર્ષે બોડેલીમાં 20 મુસાફરો સાથે ટ્રેન આવી અને 5 જ ટિકિટ ફાટી
| પ્રતાપનગર થી છોટાઉદેપુર વચ્ચે બે વર્ષના લાંબા ઇંતેજાર પછી ટ્રેન પાટા પર દોડતી થઈ છે. પણ સવારે 6 વાગ્યે ઉપડતી ટ્રેન અને વધુ ભાડું હોવાને લીધે માંડ વીસેક મુસાફરો સાથે ટ્રેન વડોદરાથી બોડેલી થઈને છોટાઉદેપુર પહોંચી હતી. સમય કરતાં અડધો કલાક મોડી આવેલી ટ્રેન અંગે મુસાફરોને પૂછ્યું તો જાણવા મળ્યું કે વચ્ચે આવતી ફાટકો પૈકી એક ફાટક પર ફાટક મેન ન હોવાથી ટ્રેન ઊભી રહી અને ટ્રેનમાંથી ઉતરીને ફાટક બંધ કર્યા પછી ટ્રેન પસાર થઈ અને ફાટક ખોલ્યા પછી ટ્રેન બોડેલી તરફ આગળ વધી હતી. 7 ડબ્બાની ટ્રેનમાં માંડ વીસેક મુસાફરો હતા. તેના માટે વધુ ભાડું અને સમય માફક ન આવવો મુખ્ય કારણ હતું. બોડેલીથી છોટાઉદેપુર જવા માટે 5 ટિકિટ નીકળી હતી. હવે વધુ સમય ટ્રેનો ફાળવવા માટેની માગ ઉઠી છે. ભાડું તો ક્યારનુંય વધ્યું છે. પણ બે વર્ષથી ટ્રેન બંધ હોવાથી મુસાફરો તેનાથી અજાણ હતા. અત્યારે વડોદરા જવા માટે બોડેલીથી ટ્રેનના ભાડે બસમાં મુસાફરી થતી હોય અડધા કલાકે દોડતી લક્ઝરી બસનો મુસાફરો વધુ ઉપયોગ કરી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...