SSC માર્ચ 2023ની ચાલી રહેલી પરીક્ષામાં આજે સ્ટાન્ડર્ડ મેથ્સનું પેપર છે. આખા જિલ્લામાં ગુજરાતી માધ્યમના 173 અને અંગ્રેજી માધ્યમના 44 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે. ત્રણ પરીક્ષા કેન્દ્રમાં માત્ર એક-એક જ વિદ્યાર્થી પરીક્ષા આપનાર છે.
SSC માર્ચ 2023ની પરીક્ષામાં છોટાઉદેપુર જિલ્લામાં આજે સ્ટાન્ડર્ડ મેથ્સનું પેપર છે. ધોરણ 10માં ગણિતમાં બે વિકલ્પ છે. જેમાં સ્ટાન્ડર્ડ મેથ્સ અને બેઝિક મેથ્સ છે. જિલ્લામાં સ્ટાન્ડર્ડ મેથ્સ રાખનારા વિદ્યાર્થીઓની સંખ્યા ઘણી જ ઓછી છે. જિલ્લામાં સ્ટાન્ડર્ડ મેથ્સ રાખનારા વિદ્યાર્થીઓની ગુજરાતી અને અંગ્રેજી માધ્યમના વિદ્યાર્થીઓની કુલ સંખ્યા 217 છે. બેઝિક મેથ્સ રાખનારા વિદ્યાર્થીઓની સંખ્યા 13835 છે.
છોટાઉદેપુર જિલ્લામાં આજે એસ.એસ.સી.ની પરીક્ષામાં સ્ટાન્ડર્ડ મેથ્સ રાખનારા વિદ્યાર્થીઓની સંખ્યા ઘણી જ પાંખી છે. એમ.અમરતબા ભગત વિદ્યાલય, યુનિટ-1,શ્રીમતી એ.બી.પટેલ વિદ્યાલય,કાશીપુરા અને ઝેડ.ટી.પટેલ સાર્વજનિક હાઈસ્કૂલ,તણખલા યુનિટ-1 આ ત્રણ પરીક્ષા કેન્દ્રમાં તો સ્ટાન્ડર્ડ મેથ્સના માત્ર એક-એક જ પરીક્ષાર્થી છે.
જિલ્લાના 47 પરીક્ષા કેન્દ્ર પૈકી માત્ર 15 જે કેન્દ્ર ઉપર પરીક્ષા યોજાવાની છે. સંખેડા તાલુકામાં બહાદરપુર કેન્દ્રમાં 3, સંખેડામાં 5 અને ભાટપુર કેન્દ્રમાં 14 વિદ્યાર્થીઓ છે. સૌથી વધુ સ્ટાન્ડર્ડ મેથ્સ વિષયના પરીક્ષાર્થીઓ સાર્વજનિક હાઈસ્કૂલ જેતપુર પાવી યુનિટ-1 અને એસ.બી.સોલંકી યુનિટ-1માં 43-43 વિદ્યાર્થીઓ પરીક્ષાર્થી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.