તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ચૂંટણી:‌BSPના ઉમેદવારે 1-1 રૂપિયાના ચલણી સિક્કા ડિપોઝિટ પેટે ભર્યા

સંખેડા20 દિવસ પહેલા
 • કૉપી લિંક
સંખેડા તાલુકા પંચાયતની રામપુરા અને ગુંડીચા બેઠકની ઉમેદવારે પણ એક એક રૂપિયાના ચલણી સિક્કા ડિપોઝીટ પેટે ભર્યા. - Divya Bhaskar
સંખેડા તાલુકા પંચાયતની રામપુરા અને ગુંડીચા બેઠકની ઉમેદવારે પણ એક એક રૂપિયાના ચલણી સિક્કા ડિપોઝીટ પેટે ભર્યા.
 • રામપુરા, ગુંડિચા બેઠક માટે મહિલા ઉમેદવારે ફોર્મ ભર્યું
 • રામપુરામાં અ.જા.સ્ત્રી, ગુંડિચામાં સામાન્ય સ્ત્રી બેઠક પર ઉમેદવારી

સંખેડા તાલુકા પંચાયતની રામપુરા અને ગુંડિચા બેઠકની મહિલા ઉમેદવારોએ ડિપોઝીટ પેટે એક હજાર રૂપિયા એક-એક રૂપિયાના ચલણી સિક્કાથી ભરી હતી. બન્ને મહિલા ઉમેદવારો બી.એસ.પી.માંથી ઉમેદવારી નોંધાવી હતી. સંખેડા તાલુકા પંચાયતની રામપુરા (અ.જા.સ્ત્રી) બેઠક ઉપરથી રોહિત હંસાબેન અતુલભાઇએ ઉમેદવારી નોંધાવી છે. જ્યારે ગુંડિચા(સામાન્ય સ્ત્રી) બેઠક પરથી રોહિત મિનાક્ષીબેન અશોકભાઇએ ઉમેદવારી પત્ર ભર્યુ હતુ.

આ બન્ને મહિલા ઉમેદવારોએ બી.એસ.પી.પક્ષના ઉમેદવાર તરીકે ઉમેદવારી નોંધાવી હતી. આ બન્ને બેઠક ઉપરથી ઉમેદવારીપત્ર ભરનાર મહિલા ઉમેદવારોએ ડિપોઝીટ પેટે એક-એક હજાર રૂપિયા ભરવાના હતા. આ બન્ને મહિલાઓએ ડિપોઝીટના એક-એક હજાર રૂપિયા નોટ વડે નહી પણ ચલણી સિક્કાથી ભરી હતી. અત્રે ઉલ્લેખનિય છે કે બુધવારે જિલ્લા પંચાયતની સંખેડા બેઠકની ઉમેદવારે પણ બે હજાર રૂપિયા એક-એક રૂપિયાના ચલણી સિક્કા વડે ભરી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ તમારા માટે સારી પરિસ્થિતિઓ બનાવી રહી છે. વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓ પ્રત્યે વધારે ધ્યાન કેન્દ્રિત રહેશે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કામ પણ આજે સંપન...

  વધુ વાંચો