તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વાવેતર:સંખેડા તાલુકામાં હાલમાં ખરીફ સિઝનમાં 2186 હેક્ટરમાં વાવણી

સંખેડા3 મહિનો પહેલા
  • કૉપી લિંક
વાવણી લાયક વરસાદ થતા ખેડુતો ખેતીકામમાં પરોવાયા. - Divya Bhaskar
વાવણી લાયક વરસાદ થતા ખેડુતો ખેતીકામમાં પરોવાયા.
  • કપાસ, સોયાબીન, તુવેર, શાકભાજી અને ઘાસચારાનું વાવેતર થયું
  • આ વર્ષે પણ કપાસનું વાવેતર વધવાની શક્યતા

સંખેડા તાલુકામાં તાજેતરમાં વાવણી લાયક વરસાદ થતા ખેડુતો ખેતીકામમાં પરોવાયા છે. અત્યાર સુધીમાં 2186 હેક્ટર જમીનમાં વાવણી થઇ ગયેલી છે. જેમાં સૌથી વધારે કપાસની વાવણી થયેલી છે. આ સિવાય સંખેડા તાલુકામાં સોયાબીન, તુવેર, શાકભાજી અને ઘાસચારાનું પણ વાવેતર થયેલું છે.

સંખેડા તાલુકામાં તાજેતરમાં વાવણીલાયક વરસાદ વરસતા કેટલાકના વિસ્તારમાં ખેતીના પાકોની વાવણી શરૂ થઇ ગયેલી છે. સંખેડા તાલુકામાં મોટાભાગે સૌથી વધુ વાવેતર કપાસનું થાય છે. કપાસ સિવાય સોયાબીન અને તુવેરની પણ વાવણી થતી હોય છે. સંખેડા તાલુકા વિસ્તરણ અધિકારી (ખેતી) મગનભાઇએ જણાવ્યું હતું કે, ‘સંખેડા તાલુકામાં અત્યાર સુધીમાં કુલ 2186 હેક્ટર જમીનમાં વાવણી થયેલી છે. જેમાં તુવેર 267 હેક્ટર, સોયાબીન 258 હેક્ટર, ક્પાસ 1315 હેક્ટર, શાકભાજી 165 હેક્ટર અને ઘાસચારો 181 હેક્ટરમાં વાવેતર થયેલું છે.’

તાલુકામાં કપાસનો પાક સૌથી મહત્વનો રોકડીયા પાક તરીકે સૌથી વધુ વાવેતર કપાસનું જ થાય છે. ગયા વર્ષે પણ કપાસની સિઝનમાં કપાસના ભાવો વધીને ક્વિંટલના રૂા.7500 સુધી અને થોડી હલકી ગુણવત્તાવાળા કપાસ રૂા.6500 રૂપિયા ક્વિંટલ સુધી પહોચ્યો હતો. કપાસના ભાવો ગત વર્ષે સારા રહ્યા હોઇ આ વર્ષે પણ કપાસનું વવેતર વધવાની શક્યતા છે.

અન્ય સમાચારો પણ છે...