તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

બે ગામ વચ્ચે એક વેંતનું અંતર:છોટા ઉદેપુર જિલ્લામાં સંખેડાના સોનગીર અને ઇન્દ્રાલ બે મકાન વચ્ચેની દીવાલથી જુદા પડે છે

સંખેડા6 મહિનો પહેલા
  • કૉપી લિંક
બંને ગામોની પંચાયત જુદી જુદી છે. - Divya Bhaskar
બંને ગામોની પંચાયત જુદી જુદી છે.

ગુજરાતમાં 18 હજારથી વધુ ગામોમાંથી અનેક ગામોમાં જુદી જુદી વિશેષતા હોય છે. છોટા ઉદેપુર જિલ્લામાં સંખેડા તાલુકાના ઇન્દ્રાલ અને સોનગીર બંને ગામ વચ્ચે ભૌગોલિક અંતર માત્ર એક વેંત જેટલું છે પરંતુ નામો અલગ અલગ છે. આ બન્ને ગામો જાણે જોડિયા ભાઇ હોય એમ એક જ દીવાલથી જ માત્ર છૂટા પડે છે.જે માત્ર બે ઘર વચ્ચેની જ દીવાલ છે.

બંને ગામ વચ્ચેની શેરીમાં પાંચમા અને છઠ્ઠા ઘરની દીવાલથી જ બે ગામ જુદા પડી જાય છે. ઇન્દ્રાલના માજી સરપંચ જગદીશભાઇ પાઠકે જણાવ્યું હતું કે,મારા જ ઘરની લાઇન ઇન્દ્રાલમાં છે.અમારી લાઇનના પહેલા પાંચ મકાન ઇન્દ્રાલમાં અને છઠ્ઠં ઘર સોનગીર પંચાયતમાં લાગે છે.અમારી લાઇનનું પાંચમુ ઘર શામળભાઇ શંકરભાઇ પટેલનું છે.જે ઇન્દ્રાલની હદનું છેલ્લુ ઘર છે.તેના પછીનું ઘર સંદીપભાઇ કંચનભાઇ પટેલનું ઘર છે.જે સોનગીર ગામનું પહેલું ઘર છે.”. સોનગીરના સ્થાનિક આગેવાન જશુભાઇ ભાઈલાલભાઇ તડવીએ જણાવ્યું હતું કે "સામાજીક ભૌગોલિક રીતે બન્ને ગામો એક જ છે.પણ પંચાયતની રીતે જ બન્ને ગામો જુદા પડે છે.'

અહીંથી બે ગામ અલગ થાય છે.
અહીંથી બે ગામ અલગ થાય છે.

શાળા ઇન્દ્રાલ ગામમાં પણ નામ સોનગીર પ્રાથમિક શાળા
સોનગીર પ્રાથમિક શાળાના મુખ્ય શિક્ષક ધર્મેશભાઇએ જણાવ્યું હતું કે, સોનગીર અને ઇન્દ્રાલ ગામની વચ્ચે એક જ પ્રાથમિક શાળા છે. શાળાની સ્થાપના 1892માં થઇ હતી. બંને ગામોની પંચાયત જુદી જુદી છે. ધો.1થી5ની આ શાળા ઇન્દ્રાલની હદમાં આવેલી છે. પરંતુ નામ સોનગીર પ્રા.શાળા છે.

સોનગીરમાં 196, ઇન્દ્રાલમાં 286 ઘર
સોનગીર અને ઇન્દ્રાલ જોડિયા ભાઇ જેવા આ ગામોમાં કુલ 482 ઘર છે. જેમાંથી 196 ઘર સોનગીર ગામમાં અને 286 ઘર ઇન્દ્રાલમાં છે.

અન્ય સમાચારો પણ છે...