ચોરીનો નિષ્ફળ પ્રયાસ:હાંડોદની કંપનીમાં તસ્કરોનો 300 કિલોની તિજોરીને તોડવાનો પ્રયાસ

સંખેડા4 મહિનો પહેલા
  • કૉપી લિંક
તસ્કરો સીસીટીવીમાં કેદ થયા હતા. - Divya Bhaskar
તસ્કરો સીસીટીવીમાં કેદ થયા હતા.
  • 10 ચડ્ડીધારી તસ્કરો ચોરીના પ્રયાસમાં નિષ્ફળ, પોલીસને જોઈ છૂ

સંખેડાના હાંડોદ ખાતે નવદુર્ગા કોટન ઇન્ડસ્ટ્રિઝ આવેલી છે. હાલમાં કપાસની સિઝન પણ ચાલી રહી છે. સોમવારે રાત્રિના સવા બે વાગ્યાના સુમારે આશરે 10 જેટલા ચોરો અહીં ચોરી કરવાના ઇરાદે ઘૂસ્યા હતા. બે ચોરો અંદર ઓફિસમાં ગયા હતા જ્યારે અન્ય તસ્કરો બહાર ઉભા હતા. ઓફિસમાં તસ્કરો દ્વારા તિજોરી તોડવાનો પ્રયાસ કરાયો હતો. પરંતુ તિજોરી ન તૂટતાં આખરે આ તસ્કરો આશરે 300 કિલોની આ તિજોરીને પોતાની સાથે બહાર લઈ ગયા હતા. જોકે આ સમગ્ર ઘટના દરમિયાન અત્રે કામ કરતા મજૂરો જાગી ગયા હતા. પરંતુ તસ્કરોએ આ તમામ મજૂરો જે રૂમમાં હતા તેની બહારથી સ્ટોપર બંધ કરી દીધી હતી.

આ બાબતની જીનના મેનેજરને જાણ થતાં તેમણે તાત્કાલિક પોલીસને જાણ કરી હતી. જેથી પોલીસ આવી પહોંચી હતી. તસ્કરોએ આખી તિજોરીને ઊંચકીને બહાર લઈ જઈ અને તોડવાનો પ્રયાસ કર્યો હતો. જોકે તિજોરી તૂટી શકી નહોતી.પોલીસ આવતાં તસ્કરો નાસી છૂટ્યા હતા. જોકે જે જગ્યાએ આ તસ્કરો ચોરી કરવા માટે આવ્યા હતા તે સ્થળેથી ત્રણ મોબાઈલ ફોન તેમજ એક આધાર કાર્ડ મળી આવ્યું હતું. થેલો મળ્યો હતો એ પોલીસ પોતાની સાથે લઈ ગઈ હતી. આ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી.

અન્ય સમાચારો પણ છે...